સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હીરા અને કાપડ યુનિટો નિયમ પાલન કરાવવા પ્રતિબદ્ધ

કોરોનાને લઈને સુરત શહેર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક સમયે 300 પોઝિટિવ કેસ સુરતમાં નોંધાતાં હતાં. જેની ઘટીને 160 થાય છે, સાથે જ રિકવરી રેટ વધ્યો છે અને ઇન્ફેકસ રેટ ઘટ્યો છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સોમવારે સુરતમાં 168 લોકો, ‌જિલ્લામાં 75નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાં જ શહેરમાં ફક્ત 2 લોકોના કોરોનામાં મૃત્યુ નોંધાયા હતા. જેની સામે શહેરના 298 અને ‌જિલ્લાના 42 મળી આજે વધુ 340 લોકોને રજા આપવામાં આવી હતી. 
સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હીરા અને કાપડ યુનિટો નિયમ પાલન કરાવવા પ્રતિબદ્ધ

તેજસ મોદી/ સુરત : કોરોનાને લઈને સુરત શહેર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક સમયે 300 પોઝિટિવ કેસ સુરતમાં નોંધાતાં હતાં. જેની ઘટીને 160 થાય છે, સાથે જ રિકવરી રેટ વધ્યો છે અને ઇન્ફેકસ રેટ ઘટ્યો છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સોમવારે સુરતમાં 168 લોકો, ‌જિલ્લામાં 75નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાં જ શહેરમાં ફક્ત 2 લોકોના કોરોનામાં મૃત્યુ નોંધાયા હતા. જેની સામે શહેરના 298 અને ‌જિલ્લાના 42 મળી આજે વધુ 340 લોકોને રજા આપવામાં આવી હતી. 

સુરત શહેર અને ‌જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પો‌ઝિટીવ કેસની સંખ્યા 17730 થઈ ગઇ છે. જોકે છેલ્લા 15 દિવસમાં રિકવરી રેટ વધી ને 77 ટકા થયો છે. મહત્વનું છે કે અગાઉ આ રેટ 60 ટકાની આસપાસ હતો. ડેથ રેટ બે ટકાની આસપાસ છે. એક દિવસમાં 200 થી 250 લોકો હોસ્પિટલમાં દાખલ થતા હતાં. તે સંખ્યા ઘટી ને 80ની સંખ્યા થઈ છે. 

અગાઉ કોવિડના લક્ષણોવાળા કેસોની સંખ્યા દરરોજ 3000ની હતી. જે 1200ની આસપાસ થઈ છે. સ્મિમરે અને સિવિલમાં દરરોજની ઓપીડી 1000ની હતી. જે હવે ઘટીને 200ની થઈ છે. 108 ઈમરજન્સી સેવાની કોવિડ માટેની ટ્રીપ 269 હતી. તે ઘટીને 100ની આસપાસ થઈ છે. 104 પરની સેવાના કોલ કરવામાં ઘટાડો થયો છે. હીરા અને કાપડ ઉદ્યોગ માટેની એસ.ઓ.પી. નો ભંગ કર્યો તો પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news