આવું કોઈ માંગે? પત્નીએ સુહાગરાતે એવી એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવી ગયા!

નવ પરિણીત કપલના જીવનમાં સુહાગરાત એક આગવું મહત્વ ધરાવે છે. પત્નીનું મોઢું જોવા માટે પતિ પાસે વસ્તુઓની માંગણી પણ થતી હોય છે પરંતુ અહીં તો એવી એવી વસ્તુઓ માંગવામાં આવી કે દુલ્હેરાજાના પરિવારના હોશ ઉડી ગયા. 

આવું કોઈ માંગે? પત્નીએ સુહાગરાતે એવી એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવી ગયા!

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક નવપરિણીત દુલ્હન દ્વારા સુહાગરાતના દિવસે એવી માંગણી કરવામાં આવી કે પરિવાર સ્તબ્ધ થઈ ગયો. પરિવારના સભ્યો તો દુલ્હનની આ માંગણીથી એવા ચોંકી ગયા કે તેમના હોશ જ ઉડી ગયા. પરિવાર પોલીસની મદદ માટે દોડ્યો. 

દુલ્હને સુહાગરાત પર ઉત્તર ભારતની 'મુંહ દેખાઈ' રસ્મ દરમિયાન એવી એવી ચીજોની માંગણી કરી કે જેનાથી સાસરી પક્ષના લોકો દંગ રહી ગયા. જ્યારે દુલ્હને તેના પતિ પાસે બીયર માંગી તો તે બીયર લાવવા માટે તો તૈયાર થઈ ગયો. પરંતુ તેણે પછી જ્યારે ગાંજાની ઈચ્છા વ્યક્ત કરી અને પછી તો હદ વટાવી નાખતા બકરાના માંસની ઈચ્છા રજૂ કરી તો મામલો બગડી ગયો. 

ધુમ્રપાન અને બકરાનું માંસ ખાવાની ઈચ્છા તથા દારૂ પીવાની માંગણી ઠુકરાવીને જ્યારે મામલો હાથમાંથી સરકતો લાગ્યો તો પરિવારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. શરૂઆતમાં પતિએ પહેલી રાત પર બીયર લાવવા પર સહમતિ વ્યક્ત કરી પરંતુ જ્યારે મારિઝુઆના (ગાંજો) અને મીટ માંગ્યું તો તેણે પોતાના પરિવારના સભ્યોને આ ચોંકાવનારી માંગણીઓ વિશે જણાવ્યું. 

દુલ્હેરાજાના પરિજનોને દુલ્હન દ્વારા કરાયેલી નશીલા પદાર્થની માંગણી સહન થઈ નહીં અને આ કારણસર મામલો પોલીસના ધ્યાનમાં લાવવામાં આવ્યો. પરિવારે પોલીસનો સંપર્ક કર્યો અને તેમને સુહાગરાત પર મુંહ દેખાઈની રસ્મ પર દુલ્હને કરેલી માંગણીઓ વિશે જણાવ્યું. 

પતિ અને પરિવારનો દાવો, પત્ની થર્ડ જેન્ડર છે
જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડવાની કોશિશ કરાઈ. બંને પક્ષોએ ફરિયાદ કરવાની ના પાડી દીધી પરંતુ પતિના પરિવારે ગંભીર દાવો કર્યો કે દુલ્હન કોઈ મહિલા નથી પરંતુ થર્ડ જેન્ડર છે. પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં અસહમતિ બાદ તેઓ ઘર પર કૌટુંબિક મામલાને ઉકેલવાના હેતુથી પોલીસ સ્ટેશનેથી જતા રહ્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news