ગોળ + ઘી = દેશી હેલ્થ બુસ્ટર, આયુર્વેદનું રહસ્ય જાણ્યા પછી ભૂલી જશો ચ્યવનપ્રાશ!

Ghee gud fayda: ભારતીયોના રસોડાના વર્ષોથી ગોળ અને ઘીનો ઉપયોગ થતો આયો છે. આ બે વસ્તુઓ માત્ર જમવાનો સ્વાદ જ નથી વધારતું પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક  માનવામાં આવે છે. આયુર્વેદમાં ઘી અને ગોળનું મિશ્રણ એક પાવરફૂસ ઔષધિ ગણાય છે.  આ બંનેનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણી સમસયાઓથી રાહત મળે છે તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ચાલો જાણીએ શિયાળામાં ઘી અને ગોળ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે. 

પાચન તંત્રને મજબૂત બનાવે છે

1/5
image

ગોળ અને ઘીનું સેવન પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં ફાયબર હોય છે અને ઘીમાં રેચક ગુણ હોય છે, જે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જમ્યા પછી ગોળ અને ઘીનો નાનો ટુકડો ખાવાથી પાચનક્રિયા સુધરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

2/5
image

ગોળ અને ઘીમાં વિટામિન-ઇ, ઝિંક અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવનથી શરદી અને મોસમી રોગોથી બચી શકાય છે.

લોહી સાફ કરે છે

3/5
image

ગોળ અને ઘીનું મિશ્રણ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે લોહીને શુદ્ધ કરે છે અને ઝેર દૂર કરે છે. આ સાથે, તે ત્વચાને સુધારવામાં અને ખીલથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે.

મૂડ સુધારવામાં મદદરૂપ

4/5
image

જો તમે તણાવમાં છો અથવા મૂડ સ્વિંગની સમસ્યાથી પરેશાન છો, તો ગોળ અને ઘીનું સેવન કરો. તેના એન્ટી-ડિપ્રેસન્ટ ગુણધર્મો મૂડને સુધારે છે અને માનસિક તણાવ ઘટાડે છે.

હાડકાંને મજબૂત બનાવે છે

5/5
image

ગોળ અને ઘીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે. સંધિવા અને સાંધાના દુખાવામાં રાહત માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.