શિક્ષિત બેરોજગારો મુદ્દે સમગ્ર ગુજરાતમાં અલખ જગાવવાની નેમ સાથે પંચમહાલમાં પ્રથમ બેઠક

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો અને યુવા નેતા એવા દિનેશ બામભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓ સાથે વિવિધ પ્રશ્નો ને લઈ બેઠક અને સંવાદનો કાર્યક્રમ કર્યો હતો.
શિક્ષિત બેરોજગારો મુદ્દે સમગ્ર ગુજરાતમાં અલખ જગાવવાની નેમ સાથે પંચમહાલમાં પ્રથમ બેઠક

ગોધરા : શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો અને યુવા નેતા એવા દિનેશ બામભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓ સાથે વિવિધ પ્રશ્નો ને લઈ બેઠક અને સંવાદનો કાર્યક્રમ કર્યો હતો.

પંચમહાલ જિલ્લા ના કાલોલ ખાતે દિનેશ બામભણીયા અને તેમની ટિમ દ્વારા શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ ના જાગૃતિ અભિયાન હેઠળ સરદાર ખંડ ખાતે એક બેઠક કરવા માં આવી હતી.જેમાં પંચમહાલ સહીત દાહોદ છોટાઉદેપુર અને ખેડા જિલ્લા શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સરકારી નોકરી અને તેની ભરતી પ્રક્રિયા અંગે લાંબા સમયથી લડત ચલાવી રહેલા યુવાનો સાથે યુવા નેતા અને શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ ના અધ્યક્ષ દિનેશ બામભણીયા અને યુવરાજસિંહ જાડેજા એ સંવાદ કરી વિવિધ મુદ્દે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગાર યુવાનોના પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવાનો કાર્યક્રમ રાખવાનો તેમાં મોટી સંખ્યામાં યુવાનો પોતાના પરિવાર અને મિત્રો સાથે જોડાય તેવી અપીલ યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. જેને કાલોલ ખાતે હાજર રાજકીય આગેવાનો અને ઉપસ્થિત યુવાઓએ વધાવી હતી. જો કે આ બેઠક પહેલા દિનેશ બામભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ ગોધરા ખાતે પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સાથે પણ બંધ બારણે બેઠક યોજી હતી. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સરકાર સામેના વિવિધ મુદ્દાઓને લઇ એક આવેદન પત્ર સુપરત કર્યું હતું. જેને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોવાની વાત દિનેશ બામભણીયાએ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news