30 વર્ષ બાદ બે પાવરફૂલ ગ્રહોની થશે યુતિ; આલિશાન બંગલો, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, કરિયરમાં લાગશે ચાર ચાંદ!

વૈદિક જ્યોતિષ પ્રમાણે ડિસેમ્બરમાં બે શક્તિશાળી ગ્રહો શુક્ર અને શનિની યુતિનો સંયોગ બની રહ્યો છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. 

1/5
image

વર્ષ 2024 પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી છે. આવામાં વર્ષના અંતમાં કેટલાક ગ્રહોની યુતિ બની રહી છે. જેમાં શુક્ર અને શનિનું નામ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે 28 ડિસેમ્બરે શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ શનિદેવ બિરાજમાન છે. આવામાં શનિ અને શુક્રની યુતિ કુંભ રાશિમાં બનવા જઈ રહી છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ  થઈ શકે છે. આ સાથે જ આ લોકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/5
image

શનિ અને શુક્રનો સંયોગ મેષ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીથી 11માં ભાવમાં બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ આ દરમિયાન કરિયરની રીતે શુભ સાબિત  થશે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આ સમયગાળામાં તમારી વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે. આવકના નવા નવા સોર્સ ઊભા થશે. રોકાણથી પણ લાભ થઈ શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં પણ લાભ થઈ શકે છે. 

કુંભ રાશિ

3/5
image

કુંભ રાશિવાળા માટે શનિ અને શુક્રનો સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન  ભાવમાં બનવા જઈ રહી છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. નોકરી અને વેપાર કરનારાઓને લાભ પ્રાપ્તિની નવી તકો મળશે અને ધન પ્રાપ્તિના નવા નવા માર્ગ ખુલશે. ગોચર કાળમાં તમે પોતાનું મકાન કે ફ્લેટ લઈ શકો છો. આ સાથે જ પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. અપરિણીત લોકોને માંગા આવી શકે છે.   

મિથુન રાશિ

4/5
image

શનિ અને શુક્રનો સંયોગ મિથુન રાશિના જાતકોને શુભ ફળ આપી શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ભાગ્યના સ્થાન પર  બની રહ્યો છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ આ  સમયગાળામાં તમારા પ્રયાસો પણ પ્રગતિ કરશે અને તમને સમાજમાં એક પ્રતિષ્ઠિત તથા ધનવાન વ્યક્તિના રૂપમાં ઓળખ પણ બનશે. આ સમય દરમિયાન તમે કામ કાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.