અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ! અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર લઇને મચાવ્યો આતંક
અમદાવાદમાં રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. આ ઇસમોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. જેમાં રખિયાલ-બાપુનગરના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો.
Trending Photos
Gujarat Police: અમદાવાદ શહેરમાં કાયદો અને સ્થિતિને લઈને ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે ફરતા હોય તેવો વિડીયો વાયરલ થતાં હોય છે. આ ઘટના સંદર્ભે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ ઘટનામાં 2 ઇસમોની ધરપકડકરાઈ છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સરઘસ કાઢતી પોલીસનું સુરસુરિયું! લુખ્ખાઓના હાથમાં તલવાર જોઈ સામાન્ય જનતા આગળ રોફ ઝાડતી અમદાવાદ પોલીસ ઉભી પૂંછડીએ ભાગી!
#Ahmedabad #Gujarat #Viral #ViralVideo #AhmedabadPolice pic.twitter.com/wUferkbsq8
— Zee 24 Kalak (@Zee24Kalak) December 19, 2024
આ ઘટના વિશે વાત કરીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિત તત્વોનો ખુલ્લો આતંક સામે આવ્યો છે. રખિયાલના ગરીબનગરમાં ગુંડાઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે. હાલ આ ઘટનામાં પોલીસે સમીર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી રહી છે. રખિયાલ પોલીસે BNS કલમ 109,189,190,191, GpAct 135 મુજબ ગુન્હો નોંધ્યો છે. તેમજ અન્ય એક ગુન્હો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાયદાનો ખૌફ રહે તે માટે હવે ગુજરાતમાં જાહેરમાં આરોપીઓના વરઘોડા નીકળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે, ‘ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવવો જ જોઈએ. જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નીકળવો જ જોઈએ.’ છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રસ્તાઓ પર આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે, અને તેઓ લોકોની માફી માંગી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે