દિવાળી તહેવારને લઈ ST વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસ, 6 દિવસમાં 1600થી વધુ સ્પેશિયલ બસ દોડશે

એસટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, આ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાની બસનું સંચાલન કરવા માટે S.T નિગમ સજ્જ જોવા મળી રહ્યું છે.

દિવાળી તહેવારને લઈ ST વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસ, 6 દિવસમાં 1600થી વધુ સ્પેશિયલ બસ દોડશે

સુરત: આ દિવાળીએ બહાર ગામ જવા તૈયારી કરી લો, કારણ કે દિવાળી પહેલા સુરત એસ.ટી વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશ્યલ એક્સ્ટ્રા બસ દોડાવવા આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કોરોના છૂટછાટ બાદ આ દિવાળીએ પ્રવાસીઓ બહાર જવા રેકોર્ડ તોડે એવો એસ્ટી નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

એસટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, આ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાની બસનું સંચાલન કરવા માટે S.T નિગમ સજ્જ જોવા મળી રહ્યું છે. આ અંગે S.T નિગમના નિયામક સંજય જોશીએ જણાવ્યું હતું કે દર વર્ષે GSRTC તરફ દિવાળી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ 1600 જેટલી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19.10.2022 થી 24 10.2022 દરમિયાન આ આયોજન કરાયું છે.

આ વર્ષે કોરોનામાંથી છૂટછાટ મળતા બસોની એડવાન્સ બુકિંગે પણ રેકોર્ડ તોડ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે 25 ટકા એડવાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગ થયું છે, જેમાં 924 જેટલી ગાડીઓની એડવાન્સ અને ગ્રુપ બુકિંગ થયું છે અને એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી આવક થઈ છે. જો ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 1421 ગાડીઓ દોડાવામાં આવી હતી અને એક કરોડથી વધુનો આવક થઈ હતી. આ વર્ષે 25 ટકા વધુ બુકિંગ થયું છે.

હાલ સુધી અમરેલીમાં 306 ગાડી, ભાવનરમાં 443, બોટાદમાં 68, એજ રીતે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા મળી 50 જેટલી ગાડીઓ બુક છે સાથે કરંટ બુકિંગ પણ હજી પણ ચાલુ છે, જેથી છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો મોટા પ્રમાણમાં બુકિંગ કરાવતા લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે.

સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત ST વિભાગમાંથી વધારાની 1600 બસો દોડાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે, જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહેશે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news