VIDEO: પીએમ વીરાનાં બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા PM મોદી થયા ભાવુક, કહ્યું; 'હું મારી ભાવનાઓ રોકી ન શક્યો'
બનાસકાંઠામાં પીએમ મોદીના જ્યારે બહેનોએ ઓવારણાં લીધા ત્યારે ભાવુક થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, જ્યારે બનાસકાંઠાની માતાઓ અને બહેનો દ્વારા મારા ઓવારણાં લીધા ત્યારે હું મારી ભાવનાઓને રોકી શક્યો નહોતો.
Trending Photos
ઝી ન્યૂઝ/બનાસકાંઠા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં એશિયાની સૌથી મોટી બનાસડેરીના સણાદર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં બે લાખ કરતા વધુ પશુપાલક બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. સ્ટેજ પર તેમનુ પશુપાલક મહિલાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ વેળાએ એક પશુપાલક મહિલાએ લાડીલા વડાપ્રધાનના ઓવારણા લીધા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. પીએમ વીરાનાં બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સમયે ભાવુક થઈ ગયા હતા. બહેનોએ પોતાના વીરાનાં ઓવારણાં લઈને આશીર્વાદ આપ્યા હતા.
બનાસકાંઠામાં પીએમ મોદીના જ્યારે બહેનોએ ઓવારણાં લીધા ત્યારે ભાવુક થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, જ્યારે બનાસકાંઠાની માતાઓ અને બહેનો દ્વારા મારા ઓવારણાં લીધા ત્યારે હું મારી ભાવનાઓને રોકી શક્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે, પીએ મોદીએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મારા જીવનમાં પહેલીવાર એવું બન્યું છે કે એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનોએ આજે અમને સૌને આર્શીવાદ આપી રહ્યાં છે. જ્યારે મહિલાઓ ઓવારણાં લેતી હતી. ત્યારે હું મારા મનની ભાવનાઓને રોકી ના શક્યો. આપના આર્શીવાદ મા જગદંબાની ભૂમિની માતાઓના આર્શીવાદ મારા માટે અનમોલ આર્શીવાદ છે. અનમોલ શક્તિનું કેન્દ્ર છે. અનમોલ ઉર્જાનું કેન્દ્ર છે. હું બનાસની સૌ માતા અને બહેનોને શ્રધ્ધાપૂર્વક નમન કરું છું.
પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યુ કે, મા અંબાની આ પાવન ધરતીને મારા નમન છે. જીવનમાં પહેલીવાર અવસર આવ્યો કે, એક લક્ષ્યાંક લાખો માતા-બહેનો મને આર્શીવાદ આપી રહી છે. તમે ઓવારણા લઈ રહ્યા હતા ત્યારે હું મારા મનના ભાવને રોકી શ્કયો ન હતો. તમારા આર્શીવાદ મારા માટે અનમોલ શક્તિનું કેન્દ્ર છે. બનાસની માતા-બહેનોને મારા નમન. ગત કેટલાક કલાકમાં હું ડેરીની તમામ નવી જગ્યાઓએ ગયો. અહી જે કામ થયુ તેનાથી હુ પ્રભાવિત છું. ભારતમાં ગામની અર્થવ્યવસ્થા અને માતાબહેનોના સશક્તિકરણને કેવી રીતે બળ આપી શકાય, કોઓપરેટિવ મુવમેન્ટ કેવી રીતે આત્મભારત અભિયાનને તાકાત આપી શકાય તે અહી અનુભવી શકાય છે. કાશીના મારા વિસ્તારમાં આવીને પણ બનાસ ડેરીએ ત્યાંના લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો. હવે તેને મૂર્તરૂપ અપાયુ, તેથી કાશીના સાંસદ તરીકે હું તમારો ઋણી છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે