તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલત

દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે. બીજી તરફ પાદરા જંબુસર હાઇવે પર ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે મોટા વાહન ચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી પડી રહી છે.

તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલત

મિતેશ માળી/પાદરા: રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા શહેરોમાં રોડ રસ્તાઓ નું સમારકામ કરી દેવામાં આવ્યું છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં મુખ્ય હાઇવે હજુ પણ ખખડધજ હાલતમાં જ મળી રહ્યા છે ક્યારે પાદરા તાલુકામાં સૌથી મહત્વનો ગણાતો એવો પાદરા જંબુસર હાઇવે 17 km સુધી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, વિધિવત રીતે વિદાય લીધી છે. 

દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે. બીજી તરફ પાદરા જંબુસર હાઇવે પર ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે મોટા વાહન ચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી પડી રહી છે AC કેબીનમાં બેસી રહેલ તંત્રના અધિકારીના પાપે હાઇ-વેની હાલત દયનિય બની છે.  

માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયાં છે. માર્ગ પર સતત ધુળ પણ ઉડી રહી છે. ત્યારે, આ અતિબિસ્માર બનેલાં માર્ગનું નવિનીકરણ કરવાને બદલે તંત્ર દ્વારા દેખાડા પુરતાં માત્ર આઠ-દશ જેટલા જ ખાડા પુરીને સંતોષ માનવામાં આવ્યો છે. જેને પગલે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગ પરના મસમોટા ખાડાઓમાં પછડાવાથી વાહનોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ખાડાઓને પગલે રોડ પર પટકાયાં હોવાના બનાવો પણ બન્યાં છે. 

આ ઉપરાંત માર્ગ પર ધુળનું સામ્રાજ્ય પણ છવાયું છે. માર્ગ પર સતત ઉડતી ધુળને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો તકલીફમાં મુકાઈ રહ્યાં છે. તેમછતાં નઘરોળ તંત્ર દ્વારા આ માર્ગના નવિનીકરણ કે સમારકામની કામગીરી કરવામાં આવતી નથી. જેને પગલ વડોદરા જિલ્લા માર્ગ-મકાન વિભાગની કામગીરી  અને કોન્ટ્રાક્ટર ની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news