મેઘાની સટાસટી! સામાન્ય વરસાદમાં જ અમદાવાદના આ વિસ્તારોની તાસીર બદલાઈ, વાસણા બેરેજ ખોલાયો!
સોમવારની સવારે અમદાવાદીઓની ઈચ્છા પૂરી થઈ અને ઈન્દ્ર દેવે હેત વરસાવ્યો પરંતુ, ગુજરાતની સૌથી મોટી પાલિકા ઈન્દ્રદેવનો આ હેત સહન ના કરી શકી અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી. સાથે સાથે સ્માર્ટ સિટી વડોદરા શહેરની પણ આ જ હાલત જોવા મળી.
Trending Photos
Ahmedabad Heavy Rains: અમદાવાદીઓએ સારા વરસાદ માટે લાંબા સમય સુધી રાહ જોઈ. ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી એકાદ-બે વખત અમદાવાદમાં સારો વરસાદ પડ્યો. જોકે, સોમવારની સવારે અમદાવાદીઓની ઈચ્છા પૂરી થઈ અને ઈન્દ્ર દેવે હેત વરસાવ્યો પરંતુ, ગુજરાતની સૌથી મોટી પાલિકા ઈન્દ્રદેવનો આ હેત સહન ના કરી શકી અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી. સાથે સાથે સ્માર્ટ સિટી વડોદરા શહેરની પણ આ જ હાલત જોવા મળી.
- અમદાવાદીઓના સોમવારની સવાર આ પ્રકારના આહલાદક દ્રશ્યોથી થઈ.
- અઠવાડિયાના પહેલા દિવસની સવાર ખુશનુમા હતી.
- પરંતુ, જોત જોતામાં જ થોડા વરસાદમાં જ અમદાવાદની તસવીર બદલી ગઈ.
Rule Change: 1 ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો, બેન્કના અને સરકારી કામમાં ભરાશો
અમદાવાદનો પોશ ગણાતો આનંદનગર વિસ્તાર હોય કે આનંદનગરની બાજુમાં આવેલો વેજલપુર વિસ્તાર હોય. વેજલપુરની બાજુમાં આવેલો મકરબા વિસ્તાર હોય કે પછી ગુજરાત યુનિવર્સિટી પાસેનો પાંજરાપોળ વિસ્તાર હોય. અમદાવાદના તમામ વિસ્તાર પાણી પાણી થઈ ગયા. અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સરેરાશ પોણા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, આનંદનગર પ્રહલાદનગર, વેજલપુર, વસ્ત્રાપુર, બોડકદેવમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર દોઢ ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.
ચોંકાવનારી વાત તો એ હતી કે જે આનંદનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા મસમોટા દાવા કરીને RCC રોડ બનાવવામાં આવ્યા હતા એ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.. આનંદનગર રોડ પર વ્હાઈટ ટોપિંગના રોડના કારણે પાણી ન ભરાવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો પરંતુ, આ દાવાની હકીકત તો તમે નજરે જ જોઈ શકો છો. અમદાવાદમાં સામાન્ય વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય. શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. જોકે, પાણીની ભરપૂર માત્રામાં આવક થવાના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા વાસણા બેરેજનો 24 અને 25 નંબરનો ગેટ ખોલવામાં આવ્યો હતો..
હવે વાત વડોદરા શહેરની કરીએ તો વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. 24 જુલાઈના રોજ પડેલા 14 ઈંચ વરસાદથી પૂરમાંથી હજુ માંડ બહાર આવ્યા છે ત્યારે સોમવારે ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી લોકો ફરી ચિંતામાં મુકાયા હતા. વાઘોડિયા રોડ પરની પ્રથમ રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરા શહેરમાં વરસાદના કારણે સતત ત્રીજી વખત આ સોસાયટીમાં પાણી ભરાયું હતું.
ભારે વરસાદના કારણે વડોદરાના લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધીના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ પાણી ન ઉતરતા ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા. વડોદરા શહેરમાં અવિરત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો હતો. જેના કારણે વડોદરાવાસીઓના જીવ ફરીથી પડીકે બંધાયા છે. આ પહેલાંના વરસાદમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધ્યું હતું જેના કારણે નદીના પાણી નિચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે