હવે અમદાવાદીઓને લર્નિંગ લાઈસન્સ માટે RTOમાં જવું નહીં પડે! આધારકાર્ડમાં પોતાનો નંબર હશે તો પ્રોસેસ સરળ
જાન્યુઆરીથી લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન મળી જશે. આધારકાર્ડમાં ફોન નંબર હશે તો ઘરેબેઠા પ્રોસેસ કરાશે. પરંતુ એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિન્ક નથી તેમને RTO કચેરી જવુ પડશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓને આજે લર્નિંગ લાઈસન્સ મુદ્દે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવેથી અમદાવાદીઓને લર્નિંગ લાઈસન્સ માટે RTOમાં જવુ નહીં પડે. જી હા...જાન્યુઆરીથી લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન મળી જશે. આધારકાર્ડમાં ફોન નંબર હશે તો ઘરેબેઠા પ્રોસેસ કરાશે. પરંતુ એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિન્ક નથી તેમને RTO કચેરી જવુ પડશે.
લર્નિંગ લાઈસન્સ કઢાવવા માટે બે પ્રકારની પદ્ધતિ શરૂ
નવા વર્ષથી અરજદારો માટે લર્નિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી રહી છે. હવે ઘરેબેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની શરત માત્ર એટલી છે કે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. આ સિસ્ટમ અમલમાં આવતા અરજદારોને લર્નિંગ લાયસન્સ માટે છેક RTO કચેરી સુધી નહીં લાંબુ થવું પડે. પરંતુ જેમનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિન્ક નથી તેમને RTO કચેરી જવુ પડશે.
મહત્વનું છે કે હાલમાં લર્નિંગ લાઈસન્સ માટે આઈટીઆઈમાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાઈસન્સ મળે છે. જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટચર સહિતની સુવિધાઓ વિકસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અન્ય એક આરટીઓમાં ટ્રાયલ લેવાયો હતો કે નવી સિસ્ટમ લાગૂ કરવાથી કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે
આરટીઓ જે.જે. પટેલે જણાવ્યું કે લર્નિંગ લાઈસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમા શરૂ કરાશે. હજુ ચોક્કસ કોઈ તારીખ જાહેર નથી કરાઈ. નવી વ્યવસ્થા અંગે અગાઉ જાણ કરાશે. જોકે પહેલા પણ લર્નિંગ લાઈસન્સ માટેની પરીક્ષા આરટીઓ કચેરી દ્વારા જ કરાતી હતી જેથી કામગીરી કરવામા બહુ મુશ્કેલી નહીં પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે