સુરતમાં થઈ મુંબઈવાળી, લોકડાઉન લંબાવાતા રત્ન કલાકારો-પરપ્રાંતીયો અકળાયા, રસ્તા પર હોબાળો

વતન જવાની માંગ સાથે મુંબઈના બ્રાન્દ્રા સ્ટેશન પર હજારો લોકોનું ટોળુ એકઠુ થયું હતું. ત્યારે ગઈકાલે સુરત (Surat)માં પણ લોકડાઉનનો ભંગ કરાયો હતો. મૂળ સૌરાષ્ટ્રના રત્નકલાકારો પોતાના વતન જવા માંગ સાથે મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. કામ અને રૂપિયા ન મળવાથી હતાશ થયેલા મજૂરો અને કારીગરો મોટી સંખ્યા રત્ન કલાકારો વરાછા રોડ પર ઉતરી આવ્યા આ ઘટના થતા જ સીઆરપીએફની કંપની અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસમાં સુરતમાં આવુ બીજીવાર બન્યું છે, જેમાં કામદાર (Migrants) વર્ગ બેકાબૂ બની ગયો હતો. 
સુરતમાં થઈ મુંબઈવાળી, લોકડાઉન લંબાવાતા રત્ન કલાકારો-પરપ્રાંતીયો અકળાયા, રસ્તા પર હોબાળો

ચેતન પટેલ/સુરત :વતન જવાની માંગ સાથે મુંબઈના બ્રાન્દ્રા સ્ટેશન પર હજારો લોકોનું ટોળુ એકઠુ થયું હતું. ત્યારે ગઈકાલે સુરત (Surat)માં પણ લોકડાઉનનો ભંગ કરાયો હતો. મૂળ સૌરાષ્ટ્રના રત્નકલાકારો પોતાના વતન જવા માંગ સાથે મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. કામ અને રૂપિયા ન મળવાથી હતાશ થયેલા મજૂરો અને કારીગરો મોટી સંખ્યા રત્ન કલાકારો વરાછા રોડ પર ઉતરી આવ્યા આ ઘટના થતા જ સીઆરપીએફની કંપની અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસમાં સુરતમાં આવુ બીજીવાર બન્યું છે, જેમાં કામદાર (Migrants) વર્ગ બેકાબૂ બની ગયો હતો. 

ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો, ઈમરાનનો કે સરકારનો..... 

લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ-અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ હોબાળો કર્યો હતો. વરાછા રોડના બરોડા પ્રિસ્ટેજ પાસે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રત્નકલાકારોની સાથે કંપનીઓમાં કામ કરતા અન્ય મજૂરો પણ રોડ પર ઉતરી આવ્યા હતા. રત્નકલાકારો અને કારીગરોએ પોતાના વતન જવાની માંગ કરી હતી. જીવન જરૂરિયાત વસ્તુઓ મોંઘી મળી રહી છે. તો અનેક રત્નકલાકારોને અત્યાર સુધી પગાર પણ મળ્યો નથી તેવી માંગ સાથે તેઓ રસ્તા પર બેસી રહ્યા હતા. 

કેટલાક કામદારોએ કહ્યં હતું કે, અમે સ્વસ્થ છીએ. રિપોર્ટ પણ કઢાવ્યા છે. જે ઘરે જવા માંગે છે તેઓને ઘરે જવા દો, નહિ તો જે અમને કામ આપો. આમ, ફરીએકવાર કોરોનાના કહેર વચ્ચે મુંબઇ બાદ સુરતમાં પરપ્રાંતિયોનો હોબાળો જોવા મળ્યો હતો. જમવાનું અને વતન જવાની માગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. મોહનની ચાલમાં ચાલેલા ત્રણ કલાકના હોબાળાનો મેસેજ ફેલાતા અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં પણ કામદારોની ભીડ થવા લાગી હતી. જોતજોતામાં 2500થી વધુ લોકો એકઠા થઈ ગયા હતા. લોકડાઉન લંબાવાતા હવે મજૂર અને પરપ્રાંતીય વર્ગ અકળાયા છે. કારીગરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ઘૂંટણ પર બેસી ગયા હતા અને આજીજી કરી રહ્યા હતા કે, અમે વતન મોકલી આપો. તેમણે કહ્યું કે જમવાની વ્યવસ્થા નથી. જેથી પોલીસે તરત જમવાની વ્યવસ્થા કરી બધાને પરત મોકલ્યા હતા. 

જોકે, બાદમાં પોલીસ દ્વારા સમજાવાથી મામલો થાળે પડ્યો હતો. રસ્તે ઉતરી આવેલા બંન્ને ટોળાને પોલીસને સમજાવટ કરીને વિખેર્યા હતા. કારીગરોએ પોલીસને કહ્યું હતું કે, જમવાની વ્યવસ્થા નથી. જેથી પોલીસે તરત જમવાની વ્યવસ્થા કરી બધાને પરત મોકલ્યા હતા. આ માલે સુરતના ડીસીપીએ જણાવ્યું કે, હાલ લોકડાઉન લંબાયુ હોવાથી વાહન લઈ જવાની કોઈ પણ મુવમેન્ટ શક્ય નથી. તેઓએ જમવાનુ નથી તેવુ કહ્યું હતું. તેથી અમે તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરાવી હતી. આમ, તેઓ વિખેરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news