લોકડાઉન બાદ વડોદરામાં ચાની કીટલીઓ પણ ખૂલી, રસ્તા પર રીક્ષાઓ દોડતી થઈ

લોકડાઉન (Lockdown 4) ખૂલતા જ વડોદરામાં પણ જનજીવન સામાન્ય થયું હતું. આજે સવારથી જ વડોદરા (vadodara) શહેરમાં ભારે ચહેલપહેલ જોવા મળી. વડોદરામાં આજે સવારથી જ દુકાનો અને ઓફિસો

લોકડાઉન બાદ વડોદરામાં ચાની કીટલીઓ પણ ખૂલી, રસ્તા પર રીક્ષાઓ દોડતી થઈ

રવિ અગ્રવાલ/વડોદરા :લોકડાઉન (Lockdown 4) ખૂલતા જ વડોદરામાં પણ જનજીવન સામાન્ય થયું હતું. આજે સવારથી જ વડોદરા (vadodara) શહેરમાં ભારે ચહેલપહેલ જોવા મળી. વડોદરામાં આજે સવારથી જ દુકાનો અને ઓફિસો
 ખૂલેલી જોવા મળી. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ ઈવન પદ્ઘતિથી દુકાનો ખૂલશે. ગુમાસ્તા ધારા લાયસન્સ નંબરનો અંતિમ આંક પ્રમાણે ઓડ ઈવન ગણાશે. જેમાં બેકી હશે તે મંગળવાર, ગુરુવાર અને શનિવારે દુકાનો ખોલી શકશે. તો એકી નંબર હશે તે સોમવાર, બુધવાર અને શુક્રવારે ખોલી શકશે. આમ, આજથી છૂટી છવાઈ દુકાનો રોજ ખોલી શકાશે.

આજથી ગુજરાત લોકડાઉનમુક્ત : આખરે જનજીવન ધબકતુ થયું, લોકોની ગાડી પાટા પર આવી

વડોદરામાં ચાની કીટલીઓ પણ શરૂ થઈ 
વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકો ઘરની બહાર દુકાન ખોલવા અને નોકરી પર જવા નીકળ્યા હતા. ઘરની બહાર 55 દિવસ બાદ વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પણ ફરી શરૂ થયા. સાથે જ કાલાઘોડા સર્કલ પાસે વાહનચાલક ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા લોકો જોવા મળ્યા છે. વડોદરામાં આજથી જન જીવન બન્યું છે. સામાન્ય વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા ચાની કીટલીઓ પણ ખૂલી છે. સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે ખુલી ચાની કીટલી ખૂલેલી જોવા મળી. ચા ની કીટલી શરૂ કરતાં પહેલા લારીમાં કરી સાફ સફાઈ ચા પીવા લોકો આવ્યા. ચાની કીટલીના વેપારી માસ્ક, હેન્ડ સેનેટાઈઝર પણ સાખે રાખતા જોવા મળ્યા. 

અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો, લોકડાઉન ખૂલતા જ રસ્તા પર ટ્રાફિક જામ, પાનપાર્લરની દુકાનો પર લાઈન

રસ્તા પર રીક્ષાઓ પણ દોડતી થઈ
વડોદરામાં લોકડાઉન 4 માં છૂટછાટ મળતા રીક્ષાઓ પણ દોડતી થઈ. સ્ટેશન વિસ્તારમાં રીક્ષાઓ શરૂ થયેલી જોવા મળી. રીક્ષા શરૂ થતાં જ રિક્ષાચાલકોમાં હરખ જોવા મળ્યો. રીક્ષાચાલકો પણ નિયમોનું પાલન કરીને માત્ર બે જ મુસાફર બેસાડી અવર જવર કરી રહ્યાં છે. વડોદરાના રસ્તા પર 55 દિવસ બાદ રીક્ષાઓ દેખાઈ છે. રિક્ષાચાલકોએ સરકારનો આ માટે આભાર માન્યો હતો. 

વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં ફરસાણની દુકાનો પણ શરૂ થયેલી જોવા મળી. સ્ટેશન પાસેના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં દુકાનો ખૂલેલી દેખાઈ. 55 દિવસ બાદ હવે વડોદરાવાસીઓને સમોસા, ભજીયા અને ખમણ ખાવા મળશે. દુકાનો ખુલતા વેપારીઓમાં ખુશી છવાયેલી જોવા મળી. દુકાનોમાં ગ્રાહક અંદર ન પ્રેવશી શકે તે માટે દુકાનની અંદર જવાનો રસ્તો અનેક દુકાનદારોએ બંધ કર્યો હતો. ગ્રાહકોને નાસ્તો પાર્સલ કરીને આપવામાં આવી રહ્યો છે.

લોકડાઉન ખૂલ્યું, પણ એસટી ડેપો બંધ
વડોદરામાં એસટી ડેપો બંધ રહેતા અન્ય જિલ્લામાં જવા માંગતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. લોકો એસટી ડેપો પર બસ પકડવા આવ્યા, પણ બસ જ શરૂ ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. લોકોની ભીડ જોવા મળતા એસટી બસ ડેપો પર સિક્યોરિટી મૂકવામાં આવી. ડેપોમાં લોકો પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

હેર કટિંગ સલૂનમાં ભીડ જોવા મળી
વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા સલૂન ખુલ્યા છે. સયાજીગંજમાં આવેલ ચેમ્પિયન સલૂનમાં પૂરતી કાળજી લેવાઈ રહી છે. વાળંદ પીપીઈ કીટ પહેરી વાળ કાપતા નજરે આવ્યા. હાથમાં ગ્લોવસ, મોઢા પર માસ્ક સાથે જોવા મળ્યા. જોકે, લોકડાઉન બાદ ડિમાન્ડ વધતા સલૂનની દુકાનોમાં હેર કટિંગ સહિત તમામ સુવિધાના ભાવ પણ વધ્યા. હેર કટિંગ કરાવવાના  ભાવ 150 થી વધી 250 રૂપિયા પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news