ગુજરાતની શાળામાં આવી ચઢ્યો સિંહ, શિક્ષકો રૂમમાં પૂરાયા, Video જોઈ તમારા ધબકારા વધી જશે
Lion In School : ગીર સોમનાથના ઉના શહેરની ગાયત્રી વિદ્યાલયમાં ઘુસ્યો સિંહ... શાળામાં સિંહે ઘુસીને શિકાર કરી મિજબાની માણી... સ્કૂલમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા દોડધામ મચી... સવારે શિક્ષકો શાળાએ આવતા સિંહની હાજરીની જાણ થઈ... બાળકોને શાળાની બહાર જ રોકી દેવામાં આવ્યા... શિક્ષકો સિંહના ભયથી દરવાજા બંધ કરીને રૂમમાં પુરાઈ ગયા...
Trending Photos
Gir Somnath : આ દ્ર્શ્યો આફ્રિકાના નહિ પણ ગુજરાતના ગીરનાં છે. ગીર સોમનાથના ઉનામાં આવેલી ગાયત્રી વિદ્યાલય નામની ખાનગી શાળામાં સિંહ ઘૂસી આવ્યો હતો. જેને પગલે ભારે અફરાતરફ મચી ગઈ હતી. સિંહને ભગાડવા માટે વન વિભાગને બોલાવવુ પડ્યુ હતું. શાળામાં સિંહ ઘૂસતા ફફડાટ કારણે વિદ્યાર્થીઓને રજા જાહેર કરાઈ હતી.
બન્યું એમ હતું કે, ઉના શહેરના રફાળેશ્વર મંદિર વિસ્તારમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે 7 કલાકે વાછરડું પાછળ સિંહે દોટ મૂકી હતી. વાછરડું પોતાનો જીવ બચાવવા શાળામાં કમ્પાઉન્ડમાં આવી પહોચ્યું હતું. જેની પાછળ સિંહ પણ દોડી શાળા કમ્પાઉન્ડમાં આવી ગયો હતો, અને વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટના એ સમયે બની, જ્યારે વહેલી સવારે શાળામાં શિક્ષકો આવી પહોંચ્યા હતા, અને બાળકોનો આવવાનો સમય 7:30 નો હતો, જેથી બાળકોની પણ ધીરે ધીર અવરજવર શરૂઆત થઈ ગઈ હતી.
તો બીજી તરફ શાળામાં કમ્પાઉન્ડમાં સિંહે આંટાફેરા મારવાનુ શરૂ કર્યું હતું. શિક્ષકો સિંહના ભયથી દરવાજા બંધ કરીને રૂમમાં પુરાઈ ગયા હતા. સિંહે આખી શાળાની તમામ બિલ્ડીંગમાં અંદર બહાર અને ગ્રાઉન્ડમાં આંટા ફેરા મારતાં દેકારો મચી ગયો હતો. શાળા દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહ પાસેથી મૃત વાછરડું છોડાવ્યું હતું. સિંહ શિકાર કરી અન્ય દરવાજાથી નાસી છૂટ્યો હતો.
સમગ્ર ઘટનામાં ગાયત્રી વિદ્યાલયના સેક્રેટરી દિનેશભાઈએ જણાવ્યું કે, અમે બાળકોનાં વાલીઓને તત્કાલિક મેસેજ કરી શાળાએ ન આવવા જણાવ્યું અને રજા જાહેર કરવામાં આવી હતી.
સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો શાળા સંચાલકોએ પોતાના મોબાઈલમાં પણ સિંહની હિલચાલ કેદ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે