ગુજરાતમાં શાળાઓની દાદાગીરી: મહારાણી કન્યા વિદ્યાલયે બાળકોને પુસ્તકોનાં બહાને શાળાએ બોલાવ્યા
Trending Photos
વડોદરા : કોરોના વાયરસે સમગ્ર ગુજરાતને ભરડો લીધો છે. તેનાથી વડોદરા પણ બચી શક્યું નથી. સરકાર દ્વારા તમામ શાળા અને કોલેજો બંધ રાખવા માટે આદેશ અપાયો છે. જો કે શાળાઓ સરકાર અને સરકારી નિર્ણયોને ઘોળી પી ગઇ હોય તે પ્રકારે વિદ્યાર્થીઓને જીવના જોખમે પુસ્તકો આપવાના બહાને બોલાવતા વિવાદ સર્જાયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સરકાર જવાબ આપતા તપાસ કરવામાં આવશે તેવો જવાબ આપીને સંતોષ માની લીધો છે.
વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના સંચાલકો દ્વારા કોરોના અંગે બહાર પડાયેલી સરકારી ગાઇડ લાઇન નેવે મુકીને વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા માટે બોલાવાયા હતા. વિદ્યાર્થીઓ શાળાના ડ્રેસ પહેરીને શાળાએ પહોંચ્યા હતા. જો કે વાલીઓમાં શાળાના આ વિવાદિત પગલા અંગે ભારે રોષ જોવા મળ્યો હતો.
જો કે આ અંગે શાળાઓ દ્વારા લુલો બચાવ કરતા જણાવ્યું કે, ધોરણ 11 અને 12 ના અંગ્રેજી પુસ્તકો વિતરણ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવાયા હતા. સોશિયલ ડિસ્ટન્સનો સંપુર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. શાળાનો ડ્રેસ પહેરવા અંગે કોઇ જ સુચના અપાઇ નહોતી. તેઓ શાળાએ જઇ રહ્યા છે તો શાળાનો ડ્રેસ પહેરે તેવું માનીને આપોઆપ જ ડ્રેસ પહેરી આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે