સુરત: નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતથી ઝડપાયું, 8 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરતમાંથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર ડૉ. એચ.જી કોશીયાએ જણાવ્યું કે, ઔષધ નિયમન તંત્રએ મળેલી બાતમીના આધારે અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ શાહને દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપતા સમયે શંકા ગઇ હતી. જેથી તેમણે ફરિયાદ દાખલ કરી હતી. 
સુરત: નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતથી ઝડપાયું, 8 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત : રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરતમાંથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર ડૉ. એચ.જી કોશીયાએ જણાવ્યું કે, ઔષધ નિયમન તંત્રએ મળેલી બાતમીના આધારે અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ શાહને દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપતા સમયે શંકા ગઇ હતી. જેથી તેમણે ફરિયાદ દાખલ કરી હતી. 

જેના પગલે અધિકારીઓ દ્વારા દર્દીનાં સગા ઇન્જેક્શન ક્યાંથી ખરીદી લાવ્યા તે અંગે પુછપરછ કરી હતી. જેમાં સાબરમતીમાં આવેલી MA PHARMACY  (મા ફાર્મસી) આશિષ શાહ પાસેથી 1.35 લાખ રૂપિયામાં બિલ વગર ઇન્જેક્શન લીધું હતું. તપાસનાં અંતે સુરતના સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડા પાડતા સમગ્ર ઘટનાની પોલ ખુલી હતી. આ મુદ્દે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોહેલ ઇસ્માઇલ, નિલેશ લાલીવાલા, અક્ષય શાહ, હર્ષ ઠાકોર અને આશિષ શાહનો સમાવેશ થાય છે. 

ડોક્ટરે દર્દી લત્તાબેનને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન 400 મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઇબ કરી આપ્યું હતું. દર્દીના સગાએ આ ઇન્જેક્શન 250 એમ.જી250 એમ.જી./એમ.એલ. USP Grade for I.M. Only, 10 X 1 ML Ampoulesના 3 બોક્સ Mfg.Genic Pharma લાવી આપ્યું હતું. ડોક્ટરે વાપર્યા બાદ ગુણવત્તા બાબતે આશંકા જતા ફરીયાદ દાખલ કરી હતી. 

બાતમીનાં આધારે તપાસ કરતા મા ફાર્માના માલિકે ઇન્જેક્શન ચાંદખેડામાં રહેતા હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી વગર બીલે ખરીદ્યું હતું. હર્ષ ઠાકોરે પાલડીના હેપ્પી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક પાસેથી ખરીદ્યું હોવાનું બનાવ્યું હતું. આ તમામે પોત પોતાનાં કમિશ્નનાં 10-20 હજાર રૂપિયા ચડાવીને ગ્રાહકો સુધી પહોંચાડ્યું છે. 

તંત્રએ હેપી કેમિસ્ટમાં તપા કરતા. તેના માલિક નિલેશ લાલવાણીએ ‘NANDROLONE DECANOATE 250 MG /ML’ 2 બોક્સ મળી આવ્યા હતા. બનાવટી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનાં ડિઝાઇન પણ મળી આવી હતી. ફોટોશોપ દ્વારા આ ઇન્જેક્શન તૈયાર કર્યા હતા. વધારે પુછપરછ કરતા તેઓ બનાવટી ઇન્ડેક્શન સુરતના સોહેલ ઇસ્માઇલ પાસેથી મંગાવતા હોવાનું જાણવા મળ્યું હતું. 

આ મુદ્દે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં સુરત ખાતેના અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલનાં ઘરે દરોડા પાડતા તેના ઘરેથી ફિલિંગ મશીન, સિલિંગ મશીન, કોર્ડિંગ મશીન સહિત બનાવટના કાચા દ્રવ્યો મળી આવ્યા હતા. આ ઉપરાંત પેકિંગ મટીરીયલ મળી આવ્યું હતું. ઘરમાં મળેલા મીની મશીન સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સુત્રધાર સોહેલ ઇસ્માઇલ તાઇ NANDROLONE DECANOATE 250 MG /ML Mfg. Genic Pharma નામનો ઉપયોગ કરીને ઉત્પાદન કરીને GENIC PHARMA નામના ટોસીલીઝુમેબ ઇન્જેક્શન  250 M.G/ M.L (ઓક્ટેમરા) નામની બનાવટી લેબલ બનાવીને હર્ષ ઠાકોર તથા નિલેશ લાલીવાલા સાથે રહીને કૌભાંડ કરતા હોવાનું પકડાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news