અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયુ, પોલીસે કરી ચારની ધરપકડ

નરોડા પોલીસે આ ગુનામાં વોન્ટેડ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે પકડાયેલા ચારેય લોકો અત્યાર સુધીમાં આ સેન્ટરમાં ખોટ કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયુ, પોલીસે કરી ચારની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાંથી વધુ એક વખત વિદેશીઓ સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું છે. નાના ચિલોડા પાસે બંગલો ભાડે રાખી ચાર આરોપીઓએ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. નરોડા પોલીસે આ ગુનામાં વોન્ટેડ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે પકડાયેલા ચારેય લોકો અત્યાર સુધીમાં આ સેન્ટરમાં ખોટ કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

નાના ચિલોડા પાસે આવેલા વૃંદાવન બંગલોઝના 8 નંબરના મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી નરોડા પોલીસને બાતમી મળી હતી. પોલીસે જઈને તપાસ કરી તો 8 નંબરના લક્ઝ્યુરિયસ મકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું. પોલીસે અહીંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવનાર ચાર યુવકોને બે લેપટોપ તથા મેજીક જેક સહિત ઝડપી પાડ્યા છે. આરોપીઓ લેન્ડી કલબ નામની કંપનીની આડમાં આ કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા ચારેય યુવકોમાં હર્ષ પટેલ, મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ ચાવડા, નિરજ ઉર્ફે નિરવ પટણી અને ધૃવ ઉર્ફે બીટ્ટુ પટેલનો સમાવેશ થાય છે. વિદેશી નાગરીકોને લોનના બહાને ફોન કરતા અને એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનું કહીને તેમજ અલગ અલગ લોભામણી લાલચો આપીને ઠગાઇ કરતા હતા. લેન્ડી કલબ નામની કંપનીની આડમાં ચારેય આરોપીઓ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓ 27 હજાર જેટલું કમાયા છે અને ખોટ ભોગવી ચુક્યા છે.

આકાશ નામના વ્યક્તિ પાસેથી રોજની 50 લીડ મેળવતા અને દર શનિવારે તેનો હિસાબ કરતા હતા. રવિ નામનો કોઈ શખ્સ યુએસમાં ડોલરનો હિસાબ કરી પેમેન્ટ કરતો હતો. પકડાયેલા ચારેય આરોપીઓએ દોઢ મહિના પહેલા જ સેન્ટર શરૂ કર્યું હતું અને આરોપીઓ કોમ્પ્યુટર સહિતનો માલ પણ ભાડે લાવ્યા હતા. પકડાયેલા લોકોમાંથી ધ્રુવ ઉર્ફે બીટ્ટુ અને મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ ડાયલર તરીકે કામ કરતા હતા.

પકડાયેલા ચારેય આરોપીઓ પહેલાં કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને ત્યારબાદ તેણે પોતે કોલ સેન્ટર શરૂ કર્યું હતું. મેઘાણીનગર પોલીસે થોડાક દિવસ પહેલા જ બંગલા એરીયામા આવેલા એક મકાનમાં ચાલતા કોલસેન્ટરનો પર્દાફાશ કરીને એક આરોપીને 84 લાખ રોક્ડ સાથે ધરપકડ કરી હતી. ત્યારે ફરી બિલાડીની ટોપ ની જેમ ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં કોલ સેન્ટરનો રાફડો ફૂટી નીકળ્યો હોય તેવું પણ મનાઈ રહ્યું છે.

ગુજરાતના 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news