Take away News

એક એવું ડ્રોન જે ખેડૂત અને સરકાર બંન્નેની ચિંતા એક જ ધડાકે કરી દેશે દુર, બંન્ને થશે
આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. દરેક વસ્તુ હવે મશીન અને ટેકનોલોજીથી સરળ અનેં ઝડપી બનતી જાય છે. અમદાવાદમાં નિખિલ મેઠિયાએ તેના ત્રણ મિત્રો સાથે મળી GTU અને રાજ્ય સરકારના સહયોગથી એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત છે કે, ઇમેજ પ્રોસેસિંગ અને 3D મોડલીગ તૈયાર કરે છે. વર્ષ 2016 માં આઈડિયા આવ્યો અને ડ્રોન તૈયાર થતા 5 વર્ષ લાગ્યા છે. આ ડ્રોન સામાન્ય ડ્રોન કરતા અલગ છે. આ ખાસ પ્રકારનું ડ્રોન જમીન સર્વે, ખેડૂતોના પાકની માહિતી આપે છે. આ ઉપરાંત માઇનિંગ સર્વે સહિતની કામગીરી કરે છે. હાલ ડ્રોન દ્વારા નેશનલ હાઇવે રોડ રસ્તા અને બુલેટ પ્રોજેકટનું પ્રોગ્રેસીગનું  કામ કરવામાં આવી રહ્યું છે.
Nov 20,2021, 22:44 PM IST

Trending news