Pulwama Encounter: ભારતીય સેના પર લશ્કરના ત્રણ આતંકીઓ કર્યો ગોળીબાર, એન્ટકાઉન્ટમાં સેનાએ માર્યા ઠાર

Pulwama Encounter: કાશ્મીરના આઇજીપી વિજય કુમારે એન્કાઉન્ટની જાણકારી આપતા કહ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ફસાયા છે. ત્યારે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

Pulwama Encounter: ભારતીય સેના પર લશ્કરના ત્રણ આતંકીઓ કર્યો ગોળીબાર, એન્ટકાઉન્ટમાં સેનાએ માર્યા ઠાર

Pulwama Encounter: જમ્મુ કાશ્મીરના પુલવામાના પાહુ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાએ વધુ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે, કાશ્મીરના આઇજીપી વિજય કુમારે એન્કાઉન્ટની જાણકારી આપતા કહ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ફસાયા છે. ત્યારે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

બાતમીદારો પાસેથી ભારતીય સેનાને આતંકી છૂપાયા હોવાની જાણકારી મળી હતી. જેના આધાર પર સેના અને કાશ્મીર પોલીસે સાથે મળીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના અને પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી ફાયરિંગ શરૂ કર્યું હતું.

જો કે, કાશ્મીરના આઇજીપી વિજય કુમારે એન્કાઉન્ટની જાણકારી આપતા કહ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ફસાયા છે. જેન લઇને સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જો કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના અને કાશ્મીર પોલીસે ભેગા મળીને ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલા તમામ આતંકી પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા. સેના દ્વારા હજુ પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શનિવારે દક્ષિણ કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટ થયું હતું. જેમાં જૈશ-એ-મોહમ્મદ સંગઠનના 2 પાકિસ્તાની આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. તમને જણાવી દઈએ કે, 3 દિવસમાં ખીણમાં અલગ-અલગ બે અન્કાઉન્ટરમાં જવાનોએ 6 આતંકીઓને ઠાર માર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news