પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ, પતિએ એનિવર્સરીએ જ વીડિયો બનાવી આપઘાત કર્યો

Ahmedabad News : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્ની બાદ વિરહમાં એકલા પડેલા પતિએ આત્મહત્યા કરી, અમદાવાદના વટવા વિસ્તારનો બનાવ

પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ, પતિએ એનિવર્સરીએ જ વીડિયો બનાવી આપઘાત કર્યો

Husband Suicide મૌલિક ધામેચા/અમદાવાદ : હાલ સમાજમાં પરણેત્તર સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ અમદાવાદના એક દંપતીના 18 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત આવયો છે. પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ લગ્નની એનિવર્સરીના દિવસે જ આપઘાત કર્યો. અમદાવાદના વટવા વિસ્તારનો આ બનાવ છે. જેમાં યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં કહ્યું કે, તમારી પત્ની કોઈ સાથે સંબંધ રાખે તો ચલાવી લેજો સાહેબ.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાંર હેતા મુકેશ પ્રિયદર્શી નામના શખ્સે પોતાની લગ્નતિથીનાં દિવસે જ મોત વ્હાલુ કર્યું છે. કારણ છે, પત્નીનું તેના પ્રેમી સાથે ભાગી જવું, અને 18 વર્ષનું લગ્ન જીવન ભાંગી જવું. મુકેશ પ્રિયદર્શીએ ગુરુવારે સાંજે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 

આ પણ વાંચો : 

સ્યૂસાઈડ કરતા પહેલા શું કહ્યું....
‘હું મુકેશ પ્રિયદર્શી. 10 તારીખે આત્મહત્યા કરીશ, તેના માટે હું મારી વાઇફ ઉર્મિલા પ્રિયદર્શી અને મનીષસિંગ રાજપૂતને જવાબદાર ગણું છું. કેમ કે આ બંનેના અનૈતિક સંબંધોને લીધે હું કંટાળી ગયો છું. તે મારી વાઇફને ભગાડીને લઈ ગયો છે અને કબૂલતો નથી કે તેને ક્યાં રાખી છે. વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં સુરેશસાહેબે પણ હું નીચી જાતિનો હોવાથી મારો સાથ ન આપ્યો અને પાંચ લાખ રૂપિયા ખાધા છે અને મારી વાઇફને મારી સમક્ષ પણ હાજર નથી કરી કે, તેને હું સમજાવી શકું. મારા બે દીકરાને લીધે અત્યાર સુધી હું કંઈ ન કરી શક્યો. હું મારી વાઈફને બહુ પ્રેમ કરું છું, ભલે એ મને કરતી નથી. હું ધારું તો મનીષસિંગ રાજપૂતને મારી શકું છું, પણ હું એવું કરવા માગતો નથી. મારા બે દીકરાની સામે જોઈને જીવવાનો પ્રયત્ન કર્યો કે, હું જીવું, પરંતુ મારાથી તેનાથી જુદા રહેવાની વેદના સહન થતી નથી. હું મારી વાઇફને બહુ પ્રેમ કરું છું. લોકો ગમે તે કહે, હું તેના વગર નથી રહી શકતો. તેના વગર જીવન મારા માટે નકામું છે. એ બંનેના અનૈતિક સંબંધોને લીધે હું મારો દેહ ત્યાગું છું. બંધારણમાં અને કાયદામાં એવું ક્યાં લખેલું છે કે, સ્ત્રી ગમે તેટલા પુરુષો સાથે સબંધ રાખી શકે સુરેશ સાહેબ મને એવું કહે છે કે, એ એની મરજીથી ગઈ છે, એની મરજી ક્યાંથી હોય. પત્ની, પતિ હોય છતાં બીજા સાથે ગેરસંબંધ રાખી ન શકે, એ રીતે સુરેશસાહેબને કહો કે, તેમની પત્ની પણ આ રીતે કોઈની સાથે ગેરસબંધ રાખે તો ચલાવી લેજે ભાઈ. આવી રીતે તો દરેકની સ્ત્રીઓ આવું કરશે તો એ પુરુષોનું અને તેમના દીકરાઓનું શું થશે?

આ પણ વાંચો : 

18 વર્ષના લગ્નજીવનનો આવો અંજામ
અમદાવાદના દંપતીનો 18 વર્ષના લગ્ન જીવનનો કરુંણ અંત આવ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વલ્લભપાર્ક સોસાયટીમાં રહેતા મુકેશ પ્રિયદર્શીના લગ્ન 18 વર્ષ પહેલા ઊર્મિલાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરાઓ છે. ત્યારે લગ્નના 18 વર્ષ બાદ તેમના પત્નીને સોસાયટીમાં રહેતા મનીષસિંગ રાજપૂત ભગાડી ગયા હોવાનું આક્ષેપ પતિએ મરતા પહેલા પોતાના વીડિયોમાં કર્યો. 

મુકેશભાઈએ મરતા પહેલા પોતાના સાળા સચીનભાઈને વીડિયો મોકલ્યા હતા જેમાં તેમણે મરી જવાની વાતો કરી હતી. આ બાદ સચીનભાઈએ તેમને ફોન કર્યો, પણ તેમણે ઉપાડ્યો ન હતો, જેતી તેઓ તાત્કાલિક દોડીને ઘરે આવ્યા હતા, ત્યારે તેમણે જોયું કે, મુકેશભાઈએ પંખા સાથે લટકીને જીવ આપ્યો હતો. તેઓએ પોતાની લગ્નતિથિએ જ મોત વ્હાલુ કર્યું. સાથે જ વીડિયોમા પત્ની સાથેના ઘર સંસારને યાદ કર્યો હતો. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news