ગીરગઢડામાં આસમાની આફત વરસી, 5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા

 ગીર સોમનાથમાં ગઢડા અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 4 ઈંચ વરસાદ, તો કોડીનારમાં 2 ઈંચ અને ઉનામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો 

ગીરગઢડામાં આસમાની આફત વરસી, 5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા

રજની કોટેચા/ગીર :ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથમાં ફરીથી ભારે વરસાદ તૂટી પડ્યો છે. ગીરગઢડામાં આભ ફાટવા જેવી સ્થિતિ બની છે. 4 ઇંચ વરસાદ થતાં રૂપેણ નદીમાં ભારે પૂર આવી ગયું છે. નદીના પાણી આડા ફાટી ખેતરોમાં ઘૂસી ગયા છે. જેથી ખેતરોને ભારે નુકસાની જોવા મળી છે. ગીર સોમનાથમાં ગઢડા અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 4 ઈંચ વરસાદ, તો કોડીનારમાં 2 ઈંચ અને ઉનામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાયા છે. અરણેજ, દેવળી, કાંટાળા, ઘાંટવડમાં મૂશળધાર વરસાદ તૂટી પડ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

monsoon updates : ગુજરાતના 108 ડેમ હાઈ એલર્ટ પર, અત્યાર સુધી 9804 લોકોનું સ્થળાંતર કરાયું

  • ઉના 2.5 ઇંચ
  • કોડીનાર 2.5 ઇંચ
  • ગીરગઢડા 4 ઇંચ
  • ગીર 5 ઇંચ

ગીર અને નજીકના ગામોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કોડીનારના ગીર નજીક આવેલા અરણેજ અને ગીર દેવળીમાં આસમાની આફત વરસી હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. તો અનેક ગામમાં નદીઓ વહેતી થઈ ગઈ છે. આ કારણે નીચાણવાળા તમામ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. 

દાહોદ : અનાસ નદીમાં ડુબેલા 6 માંથી એક યુવકની લાશ રાજસ્થાન પહોંચી, 3 યુવકો હજી પણ લાપતા 

તો ઉનામાં પણ વરસાદ તૂટી પડ્યો છે. જેને પગલે ઉનાના રાવલ ડેમના દરવાજા ખોલી દેવાયા છે. ગીરમા ધોધમાર વરસાદને નદીઓ ગાંડીતૂર બની છે. ગીરમાંથી વહેતી સાંગાવાડી નદી, સોમત નદી અને રૂપેણ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સોમત નદી ગાંડીતૂર બનીને વહેતા સોમનાથ-કોડીનાર રોડ બંધ કરવાની ફરજ પડી છે. પેઢાવાડા ગામ નજીક પુલ પર સોમત નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે. ગીર ઉપરવાસમાં પણ વરસાદ અવિરત આવતો હોવાથી રાવલ ડેમ અને મછુન્દ્રી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં પૂર આવ્યા છે.

ગીરમાંવ હેતી રૂપેણ નદીમાં પણ કાબૂ બહાર ગઈ છે. નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. જેથી ખીલાવ ગામમાંથી પસાર થતો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. આથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ 24 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગીરગઢડાના જરગલી ગામે ભારે વરસાદથી આતુભાઈ ભાયાભાઈ વંશનું મકાન ધરાશાયી થયું છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news