PM મોદીની મોર સાથે જોવા મળી અદભૂત દોસ્તી, ખાસ જુઓ VIDEO 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) નો પ્રકૃતિ પ્રેમ કોઈનાથી છૂપાયેલો નથી. પોતાના નિવેદનોમાં પણ તેમણે અનેકવાર તેનો ઉલ્લેખ કર્યો છે. આવો જ એક વીડિયો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર શેર કર્યો છે. જ્યાં તેઓ રાષ્ટ્રીય પક્ષી મોર (Peacock) ને દાણા ખવડાવતા જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવાની સાથે તેમણે એક કવિતા પણ લખી છે. આ વીડિયોમાં પીએમ મોદી પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર મોર સાથે જોવા મળે છે. પીએમ મોદીના ઘરના  બગીચામાં અનેકવાર મોર જોવા મળ્યા છે. 

PM મોદીની મોર સાથે જોવા મળી અદભૂત દોસ્તી, ખાસ જુઓ VIDEO 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) નો પ્રકૃતિ પ્રેમ કોઈનાથી છૂપાયેલો નથી. પોતાના નિવેદનોમાં પણ તેમણે અનેકવાર તેનો ઉલ્લેખ કર્યો છે. આવો જ એક વીડિયો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર શેર કર્યો છે. જ્યાં તેઓ રાષ્ટ્રીય પક્ષી મોર (Peacock) ને દાણા ખવડાવતા જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવાની સાથે તેમણે એક કવિતા પણ લખી છે. આ વીડિયોમાં પીએમ મોદી પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર મોર સાથે જોવા મળે છે. પીએમ મોદીના ઘરના  બગીચામાં અનેકવાર મોર જોવા મળ્યા છે. 

પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 1:46 મિનિટનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ મોરને દાણા ખવડાવતા જોવા મળી રહ્યાં છે. વીડિયો ખુબ જ સુંદર છે. જેમાં પીએમ મોદીના બગીચામાં મોર પાંખ ફેલાવીને નાચી રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી માસ્ક લગાવીને સેર કરતા પણ જોવા મળે છે. અલગ અલગ પોષાકમાં પીએમ મોદી જોવા મળે છે પરંતુ  દર વખતે તેમની આજુબાજુ મોર તો છે જ. વીડિયો જોઈને એવું લાગે છે કે પીએમ મોદીને મોરથી ખુબ લગાવ છે અને તેઓ મોરને ખુબ પ્રેમ કરે છે. પીએમ મોદીએ આ વીડિયો સાથે એક અદભૂત કવિતા પણ શેર કરી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

भोर भयो, बिन शोर, मन मोर, भयो विभोर, रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना, मनमोहक, मोर निराला। रंग है, पर राग नहीं, विराग का विश्वास यही, न चाह, न वाह, न आह, गूँजे घर-घर आज भी गान, जिये तो मुरली के साथ जाये तो मुरलीधर के ताज। जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा, बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता।

A post shared by Narendra Modi (@narendramodi) on

Sushant Case: CBIના સવાલોમા બરાબર ફસાયા સિદ્ધાર્થ-નીરજ, બંનેના નિવેદનોમાં વિરોધાભાસ

પીએમ મોદીએ આ વીડિયો સાથે એક કવિતા પણ શેર કરી છે. જે આ પ્રમાણે છે. 

भोर भयो, बिन शोर,
मन मोर, भयो विभोर,
रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना,
मनमोहक, मोर निराला।

रंग है, पर राग नहीं,
विराग का विश्वास यही,
न चाह, न वाह, न आह,
गूँजे घर-घर आज भी गान,
जिये तो मुरली के साथ
जाये तो मुरलीधर के ताज।

जीवात्मा ही शिवात्मा,
अंतर्मन की अनंत धारा
मन मंदिर में उजियारा सारा,
बिन वाद-विवाद, संवाद
बिन सुर-स्वर, संदेश
मोर चहकता मौन महकता।

પર્યાવરણ પર પુસ્તક લખી ચૂક્યા છે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જળવાયુ અને વન સંરક્ષણ પર ખુબ ભાર મૂકે છે. તેમણે ‘Convenient Action: Gujarat's Response to Challenges of Climate Change’  અને ‘Convenient Action- Continuity for Change’ નામના પુસ્તકો લખ્યા છે. જેમાં તેમણે પોતાનું વિઝન રજુ કર્યું છે. તેમનું પુસ્તક 'આંખ આ ધન્ય છે'માં પ્રકૃતિ પર અનેક કવિતાઓ છે. તેમણે ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ ઊભુ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news