બ્લાઇન્ડ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો, દોસ્તી પ્રેમમાં બદલાતાં પત્નીના પ્રેમીએ છરીના 31 ઘા મારી કરી હત્યા

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં મળેલી લાશ મામલે નવો ખુલાસો થયો છે. ઓઢવની એક સ્કૂલના ટ્રસ્ટીની પત્નીના પ્રેમીએ છરીના 31 ઘા મારીને કરપીણ હત્યા કરીને તેનો મૃતદેહ સળગાવી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકમાં હત્યાનો ભેદ ઉકેલીને આરોપી પત્ની અને તેના પ્રેમી સહિત 3 વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ દારૂની મહેફિલ માણવાના બહાને ટ્રસ્ટીને હાથીજણ ખારી કેનાલના પુલ નીચે લઇ ગયો અને હત્યા કરી હતી.
બ્લાઇન્ડ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો, દોસ્તી પ્રેમમાં બદલાતાં પત્નીના પ્રેમીએ છરીના 31 ઘા મારી કરી હત્યા

હર્મેશ સુખડિયા/ અમદાવાદ: અમદાવાદના હાથીજણ વિસ્તારમાં મળેલી લાશ મામલે નવો ખુલાસો થયો છે. ઓઢવની એક સ્કૂલના ટ્રસ્ટીની પત્નીના પ્રેમીએ છરીના 31 ઘા મારીને કરપીણ હત્યા કરીને તેનો મૃતદેહ સળગાવી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકમાં હત્યાનો ભેદ ઉકેલીને આરોપી પત્ની અને તેના પ્રેમી સહિત 3 વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ દારૂની મહેફિલ માણવાના બહાને ટ્રસ્ટીને હાથીજણ ખારી કેનાલના પુલ નીચે લઇ ગયો અને હત્યા કરી હતી.

હાથીજણ ખારી કેનાલના પુલ નીચે એક વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસને મળી હતી. વિવેકાનંદનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. લાશ એ હદે સળગી ગઇ હતી કે મરનાર કોણ છે તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી. પોલીસ મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી હતી.

ત્યારે એક બાતમીદારની માહીતીથી હત્યા અને અનૈતિક સંબંધનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમા હત્યાનો મુખ્ય સુત્રધાર 22 વર્ષીય નીતીન મરાઠી અને તેના મિત્ર દર્શિલની ધરપકડ કરી. આ હત્યા મૃતક હરેશ પટેલની પત્ની રેખાની સહમતિથી કરવામાં આવ્યું હોવાનું ખુલતા પોલીસે રેખાની પણ ધરપકડ કરી હતી.

એક વર્ષ પહેલાં રેખા અને નીતિનની દોસ્તી પ્રેમમાં બદલાતાં તેઓએ થોડાક દિવસો પહેલાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને લગ્ન કરે તો અડચણરૂપ થાય એવા રેખાના પતિ હરેશભાઇનો કાંટો કાયમ માટે કાઢવા નીતિન અને રેખાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે તેના મિત્ર દર્શિલ પંડ્યાની મદદ લીધી. પ્લાન મુજબ 1 જુનના રોજ નીતીન અને હર્ષિલ ચોટીલા દર્શન કરવા ગયા અને છરીની ખરીદી કરી હતી. ત્યારબાદ 15 જૂનના રોજ બન્નેએ હાથીજણ રેકી કરી અને નીતિને હરેશભાઇ સાથે દારૂની પાર્ટી કરવા માટે હાથીજણ ખારી કેનાલ બ્રિજ નીચેનું સ્થળ નક્કી કર્યું હતું. બંને જણા બાઇક લઇને હાથીજણ જવા માટે નીકળ્યા.

નીતિન પાસે એક બેગ હતી, જેમાં દારૂની બોટલ, છરી અને મરચાંની ભૂકી હતી. રસ્તામાં નીતિને તેના મિત્ર દર્શિલને પણ સાથે લઇ લીધો અને ત્રણેય જણા બ્રિજની નીચે પહોંચ્યા. ત્રણેય જણાએ પાર્ટી શરૂ કરી અને થોડાક સમય પછી નીતિને હરેશભાઇની છાતીમાં એક છરીનો ઘા ઝીંકી દીધો. હરેશભાઇ જમીન પર ઢળી પડતાં નીતિને તેમની પર ઉપરાછાપરી પથ્થરો મારીને મોં છૂંદી નાખ્યું અને પીઠ પર ઉપરાછાપરી 28 અને છાતીના ભાગમાં 3 એમ કુલ 31 ઘા ઝીકીને હત્યા કરી હતી. હત્યા દરમિયાન નીતિનના હાથમાં પણ છરી વાગી હતી. હરેશભાઈની ઓળખના થાય માટે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

મૃતક હરેશભાઈ પટેલ નરોડામાં વિવેકાનંદ સ્કુલમાં ટ્રસ્ટી છે. તેઓ પોતાની સ્કુલમાં વ્યસ્ત હતા, ત્યારે રેખા અને નિતીને પોતાની પ્રેમલીલા શરૂ કરી હતી. રેખાના બે બાળકો છે. હદ તો ત્યારે આવી કે હરેશભાઈની હત્યા કરી હોવાનુ રેખાને જાણ કરી હતી. હાથીજણના બ્લાઇન્ડ મર્ડર કેસમાં એક જાગૃત નાગરિકે પોલીસને બાતમી આપતા સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news