હાથીજણ News

નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
Jan 22,2020, 14:12 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમની 2 સંચાલિકાઓની પોલીસે કરી ધરપકડ
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા.
Nov 20,2019, 12:36 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ: ઢોંગીઓ સાધુ બનીને કરે છે સાધુઓનું નામ બદનામ
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા.
Nov 20,2019, 12:36 PM IST
નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે જટા
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.
Nov 20,2019, 11:52 AM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ: બાળકોને લેવા જતી DPSની સ્કૂલ બસ, જુઓ CCTV ફૂટેજ
અમદાવાદના નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) અને ડીપીએસના જૂઠાણાનો ZEE 24 કલાક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાળકોને ગોંધીને ન રાખ્યાં હોવાનો દાવો CCTV દ્રશ્યોથી ખુલ્લો પડ્યો છે. અમદાવાદના હાથીજણ પાસે આવેલ સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આશ્રમમાં રહેતી યુવતીઓ અને બાળકોને લેવા ડીપીએસ (DPS) ની સ્કૂલ બસ જતી હોવાના સીસીટીવી પોલીસના હાથ લાગ્યા છે. લગભગ 7થી 8 યુવતીઓ અને બાળકોને હાથીજણ રોડ પર આવેલ પુષ્પક સિટીમાં બે મકાનમાં રાખવામાં આવતા હતા. મોડી રાત્રે આશ્રમમાંથી નીકળી બાળકો મકાન પર આવતા હતા અને બાદમાં વહેલી સવારે આશ્રમ પરત જતા રહેતા હતા. ભગવા વસ્ત્ર ધારણ કરેલ યુવતી અને બાળકોને લેવા-મૂકવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. લગભગ છેલ્લા દોઢ મહિનાથી 7 જેટલી યુવતીઓ અને બાળકોને રહેવા માટે મકાન આપ્યું હતું.
Nov 19,2019, 13:12 PM IST

Trending news