ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, એક કામ માટે મંજૂર કર્યા 131 કરોડ

Gujarat Government Big Decision : CM ભૂપેન્દ્ર પટેલે પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે 131 કરોડ કર્યા મંજૂર, રિસર્ફેસીંગ માટે રાજ્યના પાંચ રસ્તાઓની પસંદગી કરવામાં આવી છે 

ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, એક કામ માટે મંજૂર કર્યા 131 કરોડ

Gandhinagar News ગાંધીનગર : ગુજરાત વિકાસ સડસડાટ દોડી રહ્યો છે. ગુજરાતના નાગરિકોને વધુ સુવિધા માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. ગાંધીનગરમાં ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કાર્યરત કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા. 

  • પેથાપુર-નારદિપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી. માટે રૂ. ૨૭.૭૫ કરોડ
  • જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. માટે રૂ. ૧૮.૦૨ કરોડ
  • નડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. માટે રૂ. ૨૩.૪૫ કરોડ
  • ચિખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. માટે રૂ. ૧૯.૯૮ કરોડ
  • ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી માટે રૂ. ૪૨.૫૧ કરોડ

રાજ્યના અગત્યના માર્ગોના નિર્માણની રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હસ્તકની કામગીરી વધુ ગતિશીલ બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે. 

તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી, જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. તેમજ નડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. અને ચીખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. તથા ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી. માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ ૨૯૯૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news