શા માટે હાર્દિક પટેલે જસદણમાં ભાજપ સામે પ્રચાર કરવાની ના પાડી?
2015થી પાટીદારોને અનામત અપાવવા માટે રાજ્ય સરકાર સામે જંગે ચઢેલા હાર્દિક પટેલે જસદણની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયા સામે પ્રચાર કરવાનો ઈનકાર કર્યો છે.
Trending Photos
અમદાવાદ: 2015થી પાટીદારોને અનામત અપાવવા માટે રાજ્ય સરકાર સામે જંગે ચઢેલા હાર્દિક પટેલે જસદણની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયા સામે પ્રચાર કરવાનો ઈનકાર કર્યો છે. સમાન્ય રીતે ભાજપ સરકાર પર અનેક બાબતોને લઇને વિરોધ કરતો પાટીદાર નેતા હાર્દિક જસદણ ચૂંટણીમાં બાળવિયા વિરૂદ્ધ પ્રચાર કરવાની ના પાડતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
ભાજપ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક પ્રચાર માટે જાણીતા હાર્દિકનો આ નિર્ણય આશ્ચર્ય જન્માવે તેવો છે. નગરપાલિકા સહિતની નાની ચૂંટણીઓમાં પણ હાર્દિક સરકાર વિરુદ્ધ પ્રચાર કરતો હોય છે..પણ જસદણની પેટાચૂંટણી જેવી હાઈવોલ્ટેજ ચૂંટણીમાં જ હાર્દિકે પ્રચાર માટે ના પાડતાં અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર નહીં કરવાનાં નિર્ણય અંગે હાર્દિકે કહ્યું કે પાટીદાર સમાજનાં અનેક કાર્યક્રમોનું આયોજન થયેલું હોવાથી તે જસદણમાં પ્રચાર નહીં કરે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કર્યો હતો ભાજપ વિરોધી પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ ભાજપ સરકરાને હરાવા માટે હાર્દિક પટેલ દ્વારા અનેક રેલીઓ અને સભાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની મોટા ભાગની સીટો જીતવા માટે હાર્દિકે કરેલી સભાઓ અને તેના દ્વારા કરવામાં આવેલુ ભાજપ વિરોધી ભાષણ જ કરાણભૂત માનવામાં આવી રહ્યું છે. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાવાનો હોવાની પણ કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. માટે જ હાર્દિક અગમચેતીના ભાગ રૂપે જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રચાર કરવાની ના પાડી હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે