શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, પાઠ્ય પુસ્તકમાંથી ગુજરાતના 7 જિલ્લા ગાયબ

પુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થતા મોટો વિવાદ સર્જાયો હતો. 2012માં આ પુસ્તક તૈયાર કરાયું હતું. જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો.

 શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, પાઠ્ય પુસ્તકમાંથી ગુજરાતના 7 જિલ્લા ગાયબ

હિતલ પારેખ/ગાંધીનગર: શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ 6નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટના બની હતી. પુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થતા મોટો વિવાદ સર્જાયો હતો. 2012માં આ પુસ્તક તૈયાર કરાયું હતું. જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો. ઉપરાંત ગીર-સોમનાથ, છોટાઉદેપુર સહિતના જિલ્લા ગાયબ હોવાની જાણકારી સામે આવી હતી.ધોરણ-6નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટનાથી શિક્ષણજગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
 
તો બીજી બાજુ પાઠ્ય પુસ્તકમાં છબરડા મામલે નકશામાં 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ હતા. જે મામલે GCERTના ડાયરેક્ટર T.S.જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે આ મામલે તપાસ કરાઈ રહી છે. ક્ષતિ હશે તો નવાં પાઠ્યપુસ્તકમાં અવશ્ય સુધારો કરવામાં આવશે. દહેરાદૂનની સંસ્થામાંથી પણ વિગતો મંગાવાશે. 

મહત્વનું છે કે ધો-6 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં આ ગોટાળો સામે આવ્યો હતો. જેમાં ગુજરાતનાં નકશામાં નવા જિલ્લાનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.  શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિભાગના અધિકારીઓ પાસે માંગ્યો ખુલાસો માંગ્યો છે. અને ખાતરી આપી છે, કે આ અંગે જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news