યુટ્યુબ બાદ હવે ટીવી પર ધમાલ મચાવશે આ ચુલબુલી અભિનેત્રી, જુઓ PHOTOS

પંજાબી ફિલ્મ અભિનેત્રી જૈઝ સોઢી આજકાલ પોતાના ટીવી શો 'પટિયાલા બેબ્સ'ના શુટિંગમાં વ્યસ્ત છે.

યુટ્યુબ બાદ હવે ટીવી પર ધમાલ મચાવશે આ ચુલબુલી અભિનેત્રી, જુઓ PHOTOS

નવી દિલ્હી: પંજાબી ફિલ્મ અભિનેત્રી જૈઝ સોઢી આજકાલ પોતાના ટીવી શો 'પટિયાલા બેબ્સ'ના શુટિંગમાં વ્યસ્ત છે. મોટા પડદાની સાથે સાથે તે નાના પડદે પણ પોતાની અલગ અલગ ભૂમિકામાં તરખાટ મચાવી રહી છે. હાલમાં જ જૈઝનો નવો ટીવી શો 'પટિયાલા બેબ્સ'નો પહેલો એપિસોડ ટીવી પર પ્રસારિત થયો. ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં તે જસવિન્દર કૌરના નામથી પણ ઓળખાય છે. 

 

 

જૈઝને તમે આ શોમાં પરિવારની ખુબ જ લાડકી અને જવાબદાર પુત્રીની સાથે સાથે એક ઈમાનદાર પત્નીની ભૂમિકામાં પણ જોઈ શકશો. જે ખુબ શરમાય પણ છે. 

જૈઝે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ટેલિવિઝન શોમાં તેને કામ કરવાની ખુબ મજા આવે છે. કારણ કે જે રીતે જૈઝ પોતાની અસલ જીંદગીમાં હંમેશા ખુશ રહે છે અને બીજાને હસાવે છે બરાબર તે જ રીતે જે ભૂમિકા તે ભજવી રહી છે તે પણ એવી જ છે. જેના કારણે જૈઝને આ ભૂમિકા ભજવવામાં જરાય તકલીફ પડતી નથી. જૈસ સોઢીને ચેલેન્જિંગ ભૂમિકા ભજવવામાં ખુબ રસ પડે છે. 

(તસવીર-ઈન્સ્ટાગ્રામ Jazz Sodhi)

અત્રે જણાવવાનું કે જૈઝે પંજાબી ફિલ્મ મેં તેરી તૂ મેરાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. ગત વર્ષે જૈઝનો યુટ્યુબ પર એક મ્યુઝિક વીડિયો રિલીઝ થયો હતો. મેહરમા... ગીતમાં તેની ઝલક જોવા મળી હતી. આ ગીત યુટ્યુબ પર લાખો વખત જોવાયું છે. વીડિયોમાં તે ખાસ રીતે જોવા મળી હતી. ત્યારબાદ અનેક ફિલ્મો અને ટીવીમાં પણ તેને કામ કરવાની તક મળી. 

(તસવીર-ઈન્સ્ટાગ્રામ Jazz Sodhi)

જૈઝ અનેક પ્રોડક્ટ્સની ફેસ ઓફ બ્રાન્ડ પણ છે. તેણે અનેક મોટા પ્રોડક્ટ્સ સાથે હાથ મિલાવ્યો છે. જૈઝ સાથે કામ કરનારા એક્ટર્સ, પ્રોડ્યુસર, નિર્દેશક તેને ખુબ પસંદ કરે છે. એટલું જ નહીં જૈઝ પોતાના વીડિયોથી પણ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવે છે. તે સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. પોતાની લેટેસ્ટ તસવીરો, વીડિયો શેર  કરતી રહે છે. 

(તસવીર-ઈન્સ્ટાગ્રામ Jazz Sodhi)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news