જસદણ News

મહિલાઓએ પાણીની સમસ્યાની વાત કરી, તો કુંવરજીએ મતની વાત કરી, જુઓ વિવાદાસ્પદ
સૌરાષ્ટ્રમાં પહેલેથી જ પાણીની સમસ્યા હોય છે, અને ઉપરથી ઉનાળો કાઢવો અતિશય આકરો બની જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે બીજી તરફ, મત માંગવા નીકળેલા ઉમેદવારો માત્ર ઠાલા વચન આપી જતા કનેસરા ગામના લોકો ગિન્નાયા હતા. તેમાં પણ રોષ સીધો જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા પર નીકળ્યો હતો. રાજકોટમાં પાણીને સમસ્યાને લઈને સ્થાનિકોએ કુંવરજી બાવળિયાને ઘેર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો.  
Apr 13,2019, 15:23 PM IST

Trending news