ગુજરાતમાં જે કરવું હોય તે કરો તેવી સ્થિતિ, કારણ કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ નથી રહ્યો

Gujarat Police : અસામાજિક તત્વોમાં ગુજરાત પોલીસનો ખૌફ નથી રહ્યો કે, ખૌફ ઉતરી રહ્યો છે. પરંતુ ગુજરાત પોલીસને હવે સિંઘમ કહેવા જેવુ નથી રહ્યું, અસલી સિંઘમ અસામાજિક તત્વો બની ગયા છે.. અમદાવાદમાં અસામાજિક તત્વોની ગેંગ સક્રિય થઈ છે. તો અમદાવાદમાં તો યૂપી-બિહારવાળી સ્ટાઈલથી લૂંટનો પ્રયાસ થઈ રહ્યો છે

ગુજરાતમાં જે કરવું હોય તે કરો તેવી સ્થિતિ, કારણ કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ નથી રહ્યો

Gujarat Crime Rate : ગુજરાતને હવે કાયદો અને વ્યવસ્થા જે રીતે કથળી ગઈ છે તે જોતા ગુજરાત હવે બિહાર જેવુ બની રહ્યું છે. ગુજરાતમાં દિનદહાડે ક્રાઈમ થઈ રહ્યા છે. જાણો કોઈ ડર ન હોય તે રીત ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે હવે લોકોએ ગુજરાતમાં સાવધાન થવાની જરૂર પડી છે. એક સમયે ગુજરાતની શાંતિના ઉદાહરણો આપવામાં આવતા હતા, ત્યારે હવે ગુજરાતના ક્રાઈમના કિસ્સા ચર્ચાઈ રહ્યાં છે. ગુજરાતમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. અસામાજિક તત્વો રસ્તા પર ઉતરીને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. તો રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક લૂંટનો પ્રયાસ તો ક્યાંક જાહેરમાં હત્યા ગુજરાતમાં સામાન્ય બની ગઈ છે. અસામાજિક તત્વોમાં ગુજરાત પોલીસનો ખૌફ નથી રહ્યો કે, ખૌફ ઉતરી રહ્યો છે. પરંતુ ગુજરાત પોલીસને હવે સિંઘમ કહેવા જેવુ નથી રહ્યું, અસલી સિંઘમ અસામાજિક તત્વો બની ગયા છે. તો બીજી તરફ, ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં મહિલાઓ અસુરક્ષિત બન્યા છે. સુરતમાં મહિલાઓ પર હુમલો કરાયો છે. અમદાવાદમાં અસામાજિક તત્વોની ગેંગ સક્રિય થઈ છે. તો અમદાવાદમાં તો યૂપી-બિહારવાળી સ્ટાઈલથી લૂંટનો પ્રયાસ થઈ રહ્યો છે. જે બતાવે છે કે, ગુજરાતમાં જે કરવુ હોય તે કરો, કારણ કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ ખતમ થયો. 

ઘટના-1
અમદાવાદના મણિનગરમાં હથિયાર બતાવીને ધમકી આપ્યાની ઘટના હજી તાજી જ છે. કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ઘટના બની હતી. મણીનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મણીનગર પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. જેમાં જાણવા મળ્યું કે, પકડાયેલ વ્યક્તિ જયપુરનો રહેવાસી છે. તે વૃંદાવન જ્વેલર્સમાં લૂંટના ઈરાદે આવ્યો હતો. તે જયપુરથી આવીને ખોખરા પાસે હોટલમાં રોકાયો હતો. હાલ અમદાવાદ પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. 

ઘટના-2
અમદાવાદમાં ઈદગાહ ચોકી પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. હાથમાં તલવાર લઈને કોમ્પ્લેક્ષમાં તોડફોડ મચાવી હતી. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ઘટના-3
ગૃહરાજ્ય મંત્રીના શહેરમાં જ મહિલા અસુરક્ષિત હોવાનું જોવા મળી રહ્યું છે. અંગત અદાવતમાં બે મહિલા પર જીવલેણ હુમલો કરાયો છે. હત્યા કેસમાં સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં માતા-પુત્રી સહિત પરિવાર પર કરાયો જીવલેણ હુમલો કરાયો હતો. તો પીડિત પરિવારે પણ સામા પક્ષ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.

ઘટના-4
સુરતના નાનપુરમાં યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. 24 વર્ષીય પાર્થ આહીરકરની હત્યા કરવામાં આવી છે. મિત્રો સાથે ફરવા નીકળેલા પાર્થની રાત્રે હત્યા કરાઈ હતી. નાનપુરામાં અજાણ્યા શખ્સ સાથે પાર્થની બબાલ થઈ હતી. જેમાં બબાલ થતા કેટલાક શખ્સોએ ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી છે. યુવતીના ચક્કરમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પાર્થ યુવતીના ભાઈના જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. આ બર્થ-ડે પાર્ટીમાં બબાલ થયા બાદ પાર્થની હત્યા થઈ હતી. મૃતક પાર્થ યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગતો હતો. યુવતીના ચક્કરમાં થયેલી બબાલ હત્યા સુધી પહોંચી હતી. ઉલ્લેથનીય છે કે, એક વર્ષ પહેલા જ પાર્થના પ્રેમલગ્ન થયા હતા. પાર્થના મોતથી ગર્ભવતી પત્ની નિરાધાર બની છે. પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. ઉમરાગામના શ્રમજીવી સોસાયટી-1માં રહેનાર પાર્થ DJ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ હવે પાર્થની હત્યા થતા પરિવાર શોકમગ્ન બન્યો છે અને ન્યાયની માગ કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news