ગુજરાતનું અનોખું ગામ : જ્યાં રસ્તાઓ શીખવે છે દેશભક્તિ! જાણો કેમ અહીં દરેક ઘરના રંગ છે સફેદ

ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. આમ તો ગુજરાતમાં મહાનગરો અને નાના ટાઉનની સાથો-સાથ લગભગ 18 હજાર કરતા પણ વધારે ગામડાંઓ છે. જોકે, આ ગામડાંઓમાં પણ કેટલાંક ગામડાંઓ એવા છે જેવા બીજા ક્યાંય નથી. આવા જ એક અનોખ ગામની વાત આ આર્ટિકલમાં કરવામાં આવી છે.

ગુજરાતનું અનોખું ગામ : જ્યાં રસ્તાઓ શીખવે છે દેશભક્તિ! જાણો કેમ અહીં દરેક ઘરના રંગ છે સફેદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ માતૃભૂમિ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે 'મેરી માટી મેરા દેશ' નામનું અભિયાન શરૂ કર્યું છે. પીએમની આ પહેલથી દેશના બહાદુર સપૂતોના બલિદાનનું તો સન્માન થશે જ પરંતુ દેશભક્તિની ચિનગારી પણ પ્રજ્વલિત થશે. ગુજરાતના મોરબી જિલ્લાનું વાઘગઢ ગામ વર્ષોથી દેશભક્તિનું અનોખું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. શહેરોની જેમ, સોની વસ્તી ધરાવતા આ ગામમાં રસ્તાઓ મહાપુરુષોના નામ પર છે. આ રસ્તાઓ પર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બોર્ડ પર મહાપુરુષોના નામ વાંચવાથી દેશભક્તિની ભાવના તો જાગે છે પરંતુ આ ગામના લગભગ તમામ ઘરોનો રંગ સફેદ છે. જે શાંતિનું પ્રતિક છે. વીરોનું ઋણ ચૂકવી શકાય અને નવી પેઢી જાગૃત રહી શકે તે માટે ગામના લોકોએ રસ્તાઓને મહાપુરુષોના નામ આપ્યા છે.

No description available.

ટંકારામાં આવે છે વાઘગઢ-
વાઘગઢ ગામમાં માંડ 600 લોકોની વસ્તી છે, પરંતુ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા શહેરોની જેમ આ ગામમાં પણ સરદાર પટેલ માર્ગ અને સ્વામી દયાનંદ માર્ગ, વીર ભામાશા માર્ગ, સ્વામી વિવેકાનંદ માર્ગ છે. ગામના તમામ રસ્તાઓ મહાપુરુષોના નામ પર છે. એટલું જ નહીં ગામમાં એક પાર્ક પણ છે જ્યાં મહાન ક્રાંતિકારીઓની તસવીરો પણ લગાવવામાં આવી છે. તેને ભારત રત્ન પાર્ક નામ આપવામાં આવ્યું છે. દોઢ વર્ષ પહેલા વાઘગઢ ગામે ગામની શેરીમાં ગ્રામજનોએ એક થઈને બોર્ડ લગાવ્યા હતા. આ ગામ મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા અને તાલુકા હેઠળ આવે છે. ગામની આઠ શેરીઓનું નામ અનુક્રમે સરદાર પટેલ માર્ગ, સ્વામી દયાનંદ માર્ગ, વીર ભામાશા માર્ગ, સ્વામી વિવેકાનંદ માર્ગ, છત્રપતિ શિવાજી માર્ગ, મહારાણા પ્રતાપ માર્ગ, શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ અને સુભાષ ચંદ્ર બોઝ માર્ગ છે. ગામના લોકોનું કહેવું છે કે નવી પેઢીને સાચી દિશામાં પ્રેરિત કરવાનો આ એક સારો પ્રયાસ છે. પેઢી આ મહાપુરુષોના સારા ગુણો અને મૂલ્યોને આત્મસાત કરશે. એટલું જ નહીં તેમના બલિદાનને પણ યાદ કરવામાં આવશે.

શાળાના શિક્ષકની પ્રેરણાથી ગામમાં દેશના મહાન નેતાઓને યાદ કરવા માટે ભારત રત્ન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. વાઘગઢ ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયા કહે છે કે શાળાના શિક્ષક રમણીકભાઈ વડાવિયાએ અમને અમારા ગામની શેરીઓના નામ રાખવાની પ્રેરણા આપી હતી. આપણી ભાવિ પેઢી દેશભક્ત બને, દેશના બહાદુર સપૂતો વિશે જાણે અને તેમના વિચારો અને પરંપરાઓને પોતાના જીવનમાં અપનાવે તે હેતુથી આખા ગામે આવું ઉમદા કાર્ય કર્યું છે. ગામના લોકોએ મળીને ગામના દરેક રસ્તાના નામ બહાદુર પુત્રોના નામ પર રાખ્યા છે. શાળામાં 10 મહાપુરુષોની યાદમાં ભારત રત્ન પાર્ક બનાવવામાં આવ્યો છે. બાળકો આ મહાપુરુષોને યાદ કરે અને તેમની પાસેથી કંઈક શીખે અને તેમને હંમેશા યાદ કરે તે હેતુથી શાળામાં આ મહાપુરુષોના જન્મદિવસ અને નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

બાળકો શીખી શકે છે સંસ્કારો-
આ સ્મારક બનાવવાનો એક ઉદ્દેશ્ય એ છે કે બાળકો આ મહાપુરુષો અને ક્રાંતિકારીઓને પોતાના આદર્શ માનીને અનુસરે. બાળકોને શાળાના મેદાનમાં રમવા માટે અને સ્વામી દયાનંદ સરસ્વતી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ જેવા મહાપુરુષોનું અનુકરણ કરવા અને તેમના ગુણોને પોતાના જીવનમાં અપનાવવા માટે શાળામાં ભારત રત્ન પાર્ક બનાવવામાં આવ્યો છે. વાઘગઢ ગામ અને શાળા પરિવાર દ્વારા આગામી દિવસોમાં મેરી માટી મેરા દેશ અભિયાનની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news