કાતિલ ઠંડીએ જુવાનજોધ ગુજરાતીનો જીવ લીધો! અંબાલાલ પટેલની ગભરાવી દે તેવી આગાહી

Gujarat Weather Update: જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા ૪૨ વર્ષિય ગૌરવ માકડિયા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ રાતના સમયે ગૌરવ રજા લીધા વગર બહાર નીકળી ગયેલ અને સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની સામે આવેલા એક ઓટલા ઉપર સૂતેલો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો.

કાતિલ ઠંડીએ જુવાનજોધ ગુજરાતીનો જીવ લીધો! અંબાલાલ પટેલની ગભરાવી દે તેવી આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ઠંડી જોર પકડી રહી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ઠંડીનો મારો વધી રહ્યો છે. જે પ્રમાણે તાપમાન ગગડી રહ્યું છે એ જોતા આગામી દિવસોમાં શું દશા થશે એ જ મોટો પ્રશ્ન છે. ગઈકાલે કચ્છના નલિયામાં ૯.૬, રાજકોટમાં ૧૨.૬ અને ડીસામાં ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર પ્રમાણમાં થોડું ઘટ્યું છે જેથી તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને કારણે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. જૂનાગઢમાં કાતિલ ઠંડીને કારણે યુવાનનું મોત નીપજ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ-દાહોદ-છોટાઉદેપુર, ભાવનગરના તળાજા પંથકમાં માવઠું પડ્યું છે.

આગાહીકાર અંબાલાલા પટેલે પહેલાંથી જ કહી ચૂક્યા છેકે, આ વખતે શિયાળામાં પણ ચોમાસા જોવા ઘાટ જોવા મળશે. કાતિલ ઠંડીની વચ્ચે પણ માવઠાનો માર ચાલુ રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતુંકે, નવા વર્ષથી ઠંડીની સાથે માવઠાનો માર પણ ગુજરાતે સહન કરવો પડશે. હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. સાક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડયાં છે. સુરતના ઓલપાડ, કીમ સહિતના વિસ્તારમાં તેમજ ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદપુર અને દાહોદ જિલ્લામાં તેમજ ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સંખેડામાં મંગળવારની સાંજે ૧૭ મિ મિ વરસાદ પડતાં કપાસ, તુવેર જેવા પાકોને નુકસાન થવા પામ્યું હતું.

રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉચકાતાં ઠંડીનું જોર ઘટી ગયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે. જૂનાગઢમાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયુ છે, જ્યારે ડિસામાં ૧૩.૨ અને રાજકોટમાં ૧૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ઉચકાઈને ૧૭ ડિગ્રીએ પહોંચ્યું છે. શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨ ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા ૪૨ વર્ષિય ગૌરવ માકડિયા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ રાતના સમયે ગૌરવ રજા લીધા વગર બહાર નીકળી ગયેલ અને સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની સામે આવેલા એક ઓટલા ઉપર સૂતેલો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેમાં યુવકનું મોત ઠંડીના કારણે અથવા બીમારી સબબ મોત થયાનું અનુમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news