ગજબનો મ્યુચ્યુઅલ ફંડ! 10,000 રૂપિયાના SIP ને બનાવી દીધા 4 કરોડ, રોકાણકારો માલામાલ
આ ફંડનો છેલ્લા 25થી વધુ વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને તેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપેલું છે. આ ફંડ લાર્જ કેપ અને મિડ કેપ કંપનીઓમાંથી પ્રત્યેકમાં 35 ટકા રોકાણ કરે છે.
Trending Photos
આજે અમે તમને એક એવા મ્યુચ્યુઅલ ફંડ કંપની વિશે જણાવીસું જેણે લાંબા સમયગાળામાં પોતાના રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. આ ફંડનો છેલ્લા 25થી વધુ વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને તેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપેલું છે. આ ફંડ લાર્જ કેપ અને મિડ કેપ કંપનીઓમાંથી પ્રત્યેકમાં 35 ટકા રોકાણ કરે છે.
જાણો માહિતી
અમે વાત કરી રહ્યા છીએ ICICI પ્રુડેન્શિયલ લાર્જ અને મિડ કેપ ફંડ વિશે. જો કોઈએ જુલાઈ 1998માં (ફંડની શરૂઆતમાં) એક લાખ રૂપિયા એક ઝાટકે રોકાણ કર્યા હશે તો આ રકમ 30 નવેમ્બર 2023 સુધીમાં 72.15 લાખ રૂપિયા થઈ ગઈ. એટલે કે 18.34 ટકા સીએજીઆરના દરથી રિટર્ન મળ્યું છે. આ દરમિયાન ફંડના બેન્ચમાર્ક નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈમાં સમાન રોકાણથી 14.64 ટકાનું સીએજીઆર રિટર્ન મળ્યું છે. જે ફક્ત 32.18 લાખ રૂપિયા થયું છે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે કેવી રીતે ICICI ના ફંડે બેન્ચમાર્કને મોટા અંતરથી પાછળ છોડ્યું છે.
SIP થી રોકાણ પર રિટર્ન
ICICI ના લાર્જ અને મિડ કેપ ફંડમાં જો કોઈએ 10000 રૂપિયા માસિક SIP કર્યું હશે તો રોકાણની રકમ 30.50 લાખ રૂપિયા થઈ હશે. જ્યારે તેની વેલ્યુ 30 નવેમ્બર 2023ના રોજ વધીને 4.03 કરોડ રૂપિયા થઈ ગઈ હશે એટલે કે 16.91 ટકા સીએજીઆરના દરે રિટર્ન મળ્યું છે. બેન્ચમાર્કમાં આ રોકાણ પર ફક્ત 15.04 ટકાના સીએજીઆરના દરે રિટર્ન મળ્યું છે.
ગત એક અને ત્રણ વર્ષમાં આ ફંડે 20.56 ટકા અને 27.66 ટકા રિટર્ન આપ્યું છે. આ દરમિયાન બેન્ચમાર્કે 19.92 ટકા અને 23.34 ટકાનું રિટર્ન આપ્યું જ્યારે લાર્જ અને મિડકેપ શ્રેણીનું સરેરાશ રિટર્ન 18.83 ટકા અને 21.96 ટકા રહ્યું હતું.
ફંડ વિશે
ફંડનું વર્તમાન ફોકસ આર્થિક સુધારથી લાભ મેળવતા શેરો અને ક્ષેત્રો પર છે. આ લક્ષિત દ્રષ્ટિકોણ સુનિશ્ચિત કરે છે કે તમારું રોકાણ આશાજનક વલણોને અનુરૂપ છે અને ભવિષ્યમાં વિકાસ માટે તૈયાર છે. ફંડનો એયુએમ 9636.74 કરોડ રૂપિયા છે. તે ફંડ બજારમાં લિસ્ટ ટોચની 250 કંપનીઓમાં રોકાણ કરે છે. આથી તમારા રોકાણના ઉદ્દેશ્યોને મેળવવા માટે આ એક સારું ફંડ છે. તે મૂળ રીતે ઈક્વિટી કેન્દ્રીત ફંડ છે.
(Disclaimer: અહીં ફક્ત પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે