માસ્ક મુદ્દે સુરતની પ્રજા અસમંજસમાં, દંડ વસૂલશે કે નહિે તે ખબર નથી
Trending Photos
- જાહેરાતના 24 કલાકમાં જ માસ્કના દંડ મુદ્દે નિર્ણય બદલી દેવામાં આવ્યો
- સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી કે, માસ્ક નહિ પહેરનારને દંડ થશે
ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે સુરતમાં જાહેરાત કરવામાં આવી હતી કે, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ નહિ વસૂલાય. આ નિર્ણય મામલે અનેક મતભેદો સર્જાયા હતા. જેના બાદ આજે જાહેરાતના 24 કલાકમાં જ માસ્ક મુદ્દે નિર્ણય બદલી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી કે, માસ્ક નહિ પહેરનાર પાસેથી દંડ તો વસૂલાશે જ. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલાશે જ. માસ્ક અનિવાર્ય છે.
માસ્કના નિયમ સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ નહિ
સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે, કોઈ નાગરિક જાહેરમાં માસ્ક વગર જોવા મળશે તો દંડ થશે. એક વર્ષથી ઝુંબેશ ચાલે છે, છતા લોકો માસ્ક નથી પહેરતા તો દુખદ બાબત છે. તેથી આ પ્રકારનું વર્તન સહી નહિ લેવાય. બધા મળીને સહકાર આપે. માસ્ક સાથે કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નહિ થાય, માસ્ક યોગ્ય રીતે પહેરવુ જરૂરી છે. માસ્ક એ જ કોરોના સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે.
આ પણ વાંચો : સુખી છે ગુજરાતના આ 112 ગામડા, હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી
ગઈકાલે માસ્ક નહિ વસૂલવાની જાહેરાત કરાઈ હતી
માસ્ક પહેરવુ કે નહિ પહેરવાના મુદ્દે ગઈકાલે જાહેરાત કરાઈ હતી કે, સુરતમાં માસ્ક નહીં પહેર્યું હોય તો પોલીસ દંડ નહીં કરે. પરંતુ માસ્કનું વિતરણ કરી લોકોને જાગૃત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માસ્ક વગર જોવા મળતા લોકોને દંડવામાં આવતા હતા. 1 હજાર જેટલો દંડ વસુલ કરવામાં આવતો હતો. પરંતુ કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે સુરત પહેલો એવો જિલ્લો જેણે જનતાને દંડમાંથી મુક્તિ આપી છે. તંત્ર દ્વારા દંડ વસૂલ કરવાનું બંધ કરવામાં આવતા લોકોને રાહત મળશે. જે લોકો માસ્ક વગર દેખાશે તેને માસ્ક આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
બે અલગ અલગ નિર્ણયથી સુરતની પ્રજા અસમંજસમાં
ગઈકાલે માસ્ક મુદ્દે દંડ નહિ વસૂલાત તેવી જાહેરાત કરવામા આવી હતી. તો આજે માસ્ક નહિ પહેરનાર પાસેથી દંડ વસૂલાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે માસ્કના આ બેવડા નિર્ણયમાં સુરતની પ્રજા ભીંસાઈ છે. સુરતની પ્રજા અસમંજસમાં છે કે, હવે માસ્ક ન પહેરવા પર દંડ થશે કે નહિ. 24 કલાકમા જ સુરતમાં માસ્ક ન પહેરવાના મુદ્દે બે નિર્ણયો સામે આવ્યા છે, જેથી હવે સુરતીઓનું આ કન્ફ્યૂઝન કોણ દૂર કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે