ધાનેરા વિધાનાસભા બેઠક : કોંગ્રેસનો ગઢ કોણ કરશે ધમાકો? કોંગ્રેસ ગઢ જાળવશે કે પછી ગુમાવશે?

Gujarat Elections : ઉત્તર ગુજરાતની એક એવી બેઠક જ્યાં ભાજપનું જીતવુ નામુમકિન છે, તો આ વખતે શું થશે જોઈએ રાજકીય ગણિત

ધાનેરા વિધાનાસભા બેઠક : કોંગ્રેસનો ગઢ કોણ કરશે ધમાકો? કોંગ્રેસ ગઢ જાળવશે કે પછી ગુમાવશે?

અમદાવાદ :ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાની મહત્વની બેઠક એટલે ધાનેરા. રાજસ્થાનની સરહદે આવેલા આ મત વિસ્તારમાં ધાનેરા તાલુકો, પાલનપુર તાલુકાના કેટલાક વિસ્તાર અને દાંતિવાડા તાલુકાના વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. છેલ્લા એક દાયકાથી અહીં કોંગ્રેસનો દબદબો છે. મોટાભાગે આ બેઠક કોંગ્રેસને જ વફાદાર રહી છે. જો કે, વચ્ચે ધાનેરાએ પરિવર્તનનો નિર્ધાર કર્યો અને સતત દોઢ દાયકા સુધી ભાજપના ઉમેદવારને જીતાડ્યો હતો. 

શું છે ધાનેરા બેઠકનો સમીકરણો?
બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા બેઠક ગ્રામીણ મતદારો ધરાવે છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 15 હજાર 463 મતદારો છે. જેમાં 1 લાખ 13 હજાર 503 પુરુષ મતદારો અને 1 લાખ 1 હજાર 958 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. અહીં લગભગ 22-22 ટકા જેટલી ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો છે. જ્યારે 13 ટકા દલિત મતદારો તો 15 ટકા માલધારી અને અન્ય મતદારો 17 ટકા છે.

શું છે ધાનેરા બેઠકનો ઈતિહાસ?
વર્ષ    વિજેતા ઉમેદવાર        પક્ષ
2017    પટેલ નતાભાઈ હેગોલભાઈ    કોંગ્રેસ
2012    જોતાભાઈ કસનાભાઈ પટેલ    કોંગ્રેસ
2007    મફતલાલ મોતીરામ પુરોહિત    ભાજપ
2002    પટેલ હરજીવનભાઈ હીરાભાઈ    ભાજપ
1998    હરજીવનભાઈ હીરાભાઈ પટેલ    ભાજપ
1995    રબારી ગવાભાઈ હમીરભાઈ    કોંગ્રેસ
1990    પટેલ હરજીવનભાઈ હીરાભાઈ    ભાજપ
1985    પટેલ જોતાભાઈ કસનાભાઈ    કોંગ્રેસ
1980    પટેલ જોતાભાઈ કસનાભાઈ    જેએનપી
1975    દવે મનસુખલાલ જયશંકર    કોંગ્રેસ
1972    દુલાભાઈ સાવજીભાઈ દેસાઈ    કોંગ્રેસ
1967    બી.જે.જોશી        SWA
1962    સુરજમલ માવજીભાઈ શાહ    કોંગ્રેસ

2022માં શું થશે?
અત્યાર સુધીમાં ધાનેરા વિધાનસભા બેઠક પર 13 વાર ચૂંટણી લડાઈ છે. જેમાં સાત વાર આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે ભાજપ આ બેઠક પર 1962થી અત્યાર સુધીમાં ચાર જ વાર જીતી ચુક્યું છે. બે વાર આ બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. છેલ્લા એક દાયકાથી કોંગ્રેસને વફાદાર આ બેઠક કોંગ્રેસ જાળવી શકશે કે પછી ભાજપ કે AAP ફાવી જશે એ તો સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news