જાન્યુઆરીમાં ગુજરાત માથે સંકટના વાદળો, વાતાવરણમાં આવશે પલટો, જાણો શું છે નવી આગાહી
ગુજરાતમાં હજુ એક માવઠું પૂરુ થયું ત્યાં બીજીવાર સંકટના વાદળો ઘેરાયા છે. રાજયમાં બીજીવાર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના હવામાનમાં જાન્યુઆરીમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
શું છે આગાહી
શિયાળામાં ગુજરાતે એક માવઠાનો માર સહન કરી લીધો છે. પરંતુ હજુ રાજ્ય પર સંકટના વાદળો છવાયેલા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. એ સમયે ઠંડીનો પારો ગગડશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. 1થી 4 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહેશે. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા રહેશે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.
જાન્યુઆરીના પ્રથમ મહિનામાં જ વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. IMD અનુસાર, 1 થી 4 જાન્યુઆરી 2025 દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. 6 જાન્યુઆરી 2025 થી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરવા માટે એક નવું પશ્ચિમી વિક્ષેપ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે.
Trending Photos