બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવો જિલ્લો બનવાથી લોકોને મળશે આ લાભ, તમે પણ જાણો

ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ એક નવા જિલ્લાની ભેટ આપી...રાજ્યના એક મોટા જિલ્લાના બે ભાગ કરીને નવા જિલ્લાનું સર્જન કરાયું છે. જેના કારણે જિલ્લાવાસીઓની ખુશીનો કોઈ પાર રહ્યો નથી...સૌ કોઈ નિર્ણયને આવકારી રહ્યા છે....તો સરકારે પણ એક કાંકરે બે પક્ષી માર્યા છે. ભાજપ જે વિસ્તારમાં નબળું પ્રદર્શન કરતું હતું ત્યાં જ જિલ્લાની ભેટ આપીને લોકોને ખુશ કરી દીધા છે. ત્યારે નવો જિલ્લો બનવાથી શું થશે ફાયદો?...કયો છે આ નવો જિલ્લો?...જુઓ આ અહેવાલમાં..
 

1/10
image

બનાસકાંઠાના બે ભાગ થવાથી અને નવો જિલ્લો બનવાથી જિલ્લાના લોકોને ઘણો લાભ થવાનો છે. નવા જિલ્લા પંચાયત પણ અસ્તિત્વમાં આવશે. એક નજર શું ફાયદો થશે તેના પર પણ કરી લઈએ તો...સ્થાનિક વહીવટી માળખુ મળશે, નવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા મળશે, સરકારી કચેરીઓ અને સેવાઓ નજીકમાં મળી રહેશે, વહીવટી ધોરણે અસરકાર નિર્ણયો લઈ શકાશે, સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થશે, રસ્તા, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ મળશે, નવી સિવિલ હોસ્પિટલ મળશે અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે...આતો વાત થઈ જિલ્લાના લોકોની...પરંતુ રાજકીય લાભ પણ શું થશે તે પણ તમે જાણી લો....રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો થશે, સત્તાધીશ પાર્ટીને ફાયદો મળી શકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો મળી શકે, કાંકરેજ, થરાદ, વાવમાં ભાજપ નબળું હતું, વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે, બનાસકાંઠામાં ભાજપને લોકસભા બેઠક ગુમાવી પડી હતી, નવો જિલ્લો બનવાથી રાજકીય ગણિત બદલાઈ શકે છે....

2/10
image

સ્થાનિક વહીવટી માળખુ મળશે

3/10
image

નવા કલેકટર, જિલ્લા પોલીસ વડા મળશે

4/10
image

સરકારી કચેરીઓ અને સેવાઓ નજીકમાં મળી રહેશે

5/10
image

વહીવટી ધોરણે અસરકાર નિર્ણયો લઈ શકાશે

6/10
image

સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે

7/10
image

ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થશે

8/10
image

રસ્તા, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ મળશે

9/10
image

નવી સિવિલ હોસ્પિટલ મળશે 

10/10
image

છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે