T20 World Cup ની સેમિફાઈનલમાં પહોંચ્યું ભારત, આજે ઝિમ્બાબ્વે સામે આપણો મુકાબલો

T20 World Cup 2022: T20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતા ભારતને સેમિફાઈનલની ટીકિટ મળી ગઈ છે. આજે ટીમ ઈન્ડિયા ઝીમ્બાબ્વે સામે ટકરાશે.

T20 World Cup ની સેમિફાઈનલમાં પહોંચ્યું ભારત, આજે ઝિમ્બાબ્વે સામે આપણો મુકાબલો

Ind vs Zim:  ભારત ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવતા ભારતીય ટીમની સેમીફાઈનલની ટિકિટ ફાઈનલ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાની ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પહેલાં ક્રમાંકે પહોંચી ગયું છે. આજે T20 વર્લ્ડકપમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા બહાર થઈ જતા ભારત માટે સેમીફાઈનલનો રસ્તો સાફ. ટીમ ઈન્ડિયા હાલમાં સુપર-12ના ગ્રુપ-2માં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે અને ટીમ 6 નવેમ્બરે ગ્રુપ રાઉન્ડની છેલ્લી મેચમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. કારણ કે પાકિસ્તાનની ટીમ પણ છેલ્લી મેચ જીતીને 6 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તેનો નેટ રનરેટ પણ સારો છે.

 

— BCCI (@BCCI) November 6, 2022

 

ગ્રુપ-2માંથી ભારત સેમીફાઈનલમાં પહોંચી ચૂક્યું છે. તો બીજી તરફ ગ્રુપ 1માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. આ ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ કુલ ચાર મેચ રમી છે. જેમાં ટીમે 3માં જીત મેળવી છે અને એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ મેચ પાકિસ્તાન સામે, બીજી મેચ નેધરલેન્ડ સામે, ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે, ચોથી મેચ બાંગ્લાદેશ સામે અને ટીમ ઈન્ડિયા તેની પાંચમી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે મેચ-
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

 

રોહિત શર્મા અને દિનેશ કાર્તિકનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય-
ફિનિશર દિનેશ કાર્તિક અને ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ તે ટીમ માટે ચિંતાનું કારણ છે.  દિનેશ કાર્તિકે તેની છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 1, 6 અને 7 રન જ બનાવ્યા છે. તો બીજી તરફ રોહિત શર્માએ નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. તેના સિવાય અન્ય  ત્રણ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી. બંને ખેલાડી ઝિમ્બાબ્વે સામે સારૂં પ્રદર્શન કરે તેવી આશા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news