GANDHINAGAR: ચૂંટણી નજીક આવતા જ ટોચના IAS અધિકારીઓની બદલીનો ગંઝીફો ચિપાયો
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં રાતોરાત આખી સરકાર બદલાઇ ગયા બાદ વર્ગ-3ના સ્તરમાં મોટા પાયે પરિવર્તન બાદ વર્ગ -2 અધિકારીઓની પણ મોટા પ્રમાણમાં બદલી કરવામાં આવી હતી. હવે વર્ગ-1 અધિકારીઓની બદલીનો ગંઝીફો ચિપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના મંત્રીઓ સાથે ધરોબો કેળવી ક્રિમ પોસ્ટિંગ મેળવનારા IAS અધિકારીઓ અને IPS અધિકારીઓની હવે ધડાધડ બદલીઓ તઇ રહી છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે વધારે 5 IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે.
CMO માંથી હટાવાયેલા અશ્વિની કુમાર અને મનોજ કુમાર દાસને દોઢ મહિના બાદ પોસ્ટિંગ અપાઇ છે. જ્યારે ત્રણને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જગદીશ પ્રસાદ નવા નાણા સચિવ બન્યા છે. મનોજ કુમાર દાસ અને અશ્વિની કુમારને પોસ્ટિંગ અપાયું છે. મનોજ કુમારને રેગ્યુલર પોર્ટના અધિક મુખ્ય સચિવનો હવાલો સોંપાયો છે. જ્યારે જગદીશ પ્રસાદ ગુપ્તાને નાણા સચિવ બનાવાયા છે. નાણા વિભાગના સચિવ મિલિંદ તોરવણે ચીફ સ્ટેટ ટેક્સ કમિશ્નરનો વધારાનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત અશ્વિની કુમારને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના સચિવ બનાવાયા છે. તુષાર સુમેરા ભરૂચના નવા કલેક્ટર બનાવાયા છે. બિજલ શાહને બોટાદ કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.
CMO ના સચિવ અવંતિકા સિંઘને GIDB (ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટબોર્ડ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફીસનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કમલ શાહને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર બનાવાયા છે. સાઇદિંગપુઇ છુકછુઆકને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનાં ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી બદલીઓ અપેક્ષિત હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે