બાપ રે! 96 વર્ષની મહિલા પર 11 હજાર લોકોની હત્યાનો આરોપ, જુવેનાઈલ કોર્ટમાં સુનાવણી

ગત વર્ષે હેમ્બર્ગની કિશોર અદાલતમાં 93 વર્ષીય વ્યક્તિને 5,230 હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેણે 17 વર્ષની ઉંમરે સ્ટુથોફ કેમ્પમાં ગાર્ડ તરીકે પણ કામ કર્યું હતું.

બાપ રે! 96 વર્ષની મહિલા પર 11 હજાર લોકોની હત્યાનો આરોપ, જુવેનાઈલ કોર્ટમાં સુનાવણી

બર્લિન: જર્મનીમાં 11,000 લોકોની હત્યાના આરોપમાં 96 વર્ષીય મહિલા પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે. આરોપ છે કે ઇર્મગાર્ડ ફુરચનર નામની આ મહિલા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એડોલ્ફ હિટલરની નાઝી સેનામાં સામેલ હતી. ત્યારબાદ આ મહિલાએ નાઝી ટોર્ચર હોમમાં સેક્રેટરી તરીકે કામ કર્યું. જ્યાં આ મહિલાએ 11 હજાર યહૂદીઓની હત્યામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ મહિલાની સજાને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જર્મનીના ગોપનીયતા કાયદા હેઠળ મહિલાની વાસ્તવિક ઓળખ છુપાવવામાં આવે છે અને તેને ઇર્મગાર્ડ ફુરચનર તરીકે સંબોધવામાં આવે છે.

જુવેનાઈલ કોર્ટ 95 વર્ષની મહિલાને સજા સંભળાવશે
ગુના આચરતી વખતે આ મહિલાની ઉંમર 21 વર્ષથી ઓછી હતી. તેથી જર્મનીના કાયદા મુજબ આ મહિલાને સજા માટે જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેના જઘન્ય અપરાધ માટે સજાની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જર્મનીમાં કિશોર અદાલત 21 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોને ગુના માટે સજા સંભળાવે છે.

આ મહિલા સ્ટુથોફ કેમ્પના કમાન્ડરની સેક્રેટરી હતી
મહિલાએ જૂન 1943થી એપ્રિલ 1945 સુધી પોલેન્ડના શહેર ગડાસ્કથી 20 માઇલના અંતરે સ્થિત સ્ટુથોફ કેમ્પના કમાન્ડરની સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે મહિલાએ કબૂલ્યું હતું કે તેણીના કેમ્પમાં તેની પાસે ઘણો પત્રવ્યવહાર અને ઘણી ફાઇલો છે જેમાં તે કેદીઓની કેટલીક હત્યાઓ વિશે ઘણું જાણતી હતી. જો કે, તેણે તે જાણકારીનો ઈનકાર કર્યો હતો કે તે સમયે ગેસ ચેમ્બરમાં હજારો લોકો માર્યા ગયા હતા.

ગત વર્ષે પણ 93 વર્ષના એક વ્યક્તિને સજા ફટકારવામાં આવી હતી
ગત વર્ષે હેમ્બર્ગની કિશોર અદાલતમાં 93 વર્ષીય વ્યક્તિને 5,230 હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેણે 17 વર્ષની ઉંમરે સ્ટુથોફ કેમ્પમાં ગાર્ડ તરીકે પણ કામ કર્યું હતું. સ્ટુથોફ કેમ્પમાં નાઝીઓના હાથે 60,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. આ જર્મનીની સરહદની બહાર સ્થાપિત થનાર પહેલા યાતના શિબિર હતી.

હોલોકોસ્ટ શું હતું
1939માં જર્મનીએ વિશ્વયુદ્ધ ભડકાવ્યા પછી હિટલરે યહૂદીઓને જડમૂળથી ઉખેડી નાખવા તેના અંતિમ ઉકેલને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. કહેવાય છે કે 1941થી ઓશવિટ્ઝના નાઝી હોલોકોસ્ટ સેન્ટરમાં હિટલરની ગુપ્તચર સંસ્થા એસએસ યુરોપના મોટાભાગના દેશોમાંથી યહૂદીઓને પકડીને અહીં લાવતી હતી. જ્યાં કામદારોને જીવતા રાખવામાં આવતા હતા, જ્યારે વૃદ્ધ કે અશક્ત લોકોને ગેસ ચેમ્બરમાં મૂકીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. આ લોકોના તમામ ઓળખ દસ્તાવેજો નષ્ટ કરી દેવામાં આવ્યા હતા અને હાથમાં એક ખાસ નિશાની કરવામાં આવતી હતી.

મૃત્યુ પહેલાં યહૂદીઓને ત્રાસ આપવામાં આવતો હતો
આ કેમ્પમાં નાઝી સૈનિકો યહૂદીઓને વિવિધ રીતે ત્રાસ આપતા હતા. તેઓ યહૂદીઓના માથા પરથી વાળ ઉતારી દેતા હતા. તેમને જીવવા માટે માત્ર ખોરાક આપવામાં આવતો હતો. કડકડતી ઠંડીમાં પણ તેમને પહેરવા માટે માત્ર થોડા ચીંથરા જ આપવામાં આવતા હતા. જ્યારે તેમાંથી કોઈ બીમાર થઈ જાય અથવા કામ કરી શકતો ન હોય તો તેને ગેસ ચેમ્બરમાં નાંખીને અથવા તો ઢોર માર મારીને મારી નાખવામાં આવતા હતા. આ કેમ્પમાં કોઈપણ કેદીને જાહેરમાં સજા કરવામાં આવતી હતી, જેથી અન્ય લોકોમાં ભયનો માહોલ બનેલો રહે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હોલોકોસ્ટમાં લગભગ છ મિલિયન યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી, જે તેમની કુલ વસ્તીના બે તૃતીયાંશ ભાગ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news