ગુજરાતમાં આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાય માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે! સૌથી વધુ ઉપલબ્ધ થશે રોજગારી

ડુમ્મસનું આ નગરવન, બે મહિનાના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે, સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક પ્રદાન કરશે. દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકે છે.

ગુજરાતમાં આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાય માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે! સૌથી વધુ ઉપલબ્ધ થશે રોજગારી

ઝી બ્યુરો/સુરત: સુરતના ડુમ્મસ દરિયા કિનારે ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા “નગરવન” ઊભું કરવામાં આવ્યું છે. નગરવન યોજના અંતર્ગત ચાર હેક્ટર વિસ્તાર ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે.

ડુમ્મસનું આ નગરવન, બે મહિનાના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે, સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક પ્રદાન કરશે. દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકે છે. 4 એકર વિસ્તારમાં ફેલાયેલા આ નગર વનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડવાળા શહેરમાં રહે છે. માત્ર એટલું જ નહીં, આ નગર વનમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે. દરિયા કિનારે ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર વન ₹1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

ડી.સી. એફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અંતર્ગત વન વિભાગ દ્વારા પહેલીવાર ગુજરાતમાં દરિયાકાંઠા નજીક નગર વન બનાવવામાં આવી રહ્યું છે. તેમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મરીન લાઈફને પ્રોત્સાહન આપવા માટે અહીં એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર, વન શ્રી રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ હશે. લોકો વન પર્યાવરણના નજીક આવે તે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે.સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ અહીં જોવા મળશે. અને લોકો તેમની સાથે રમવાની મજા પણ માણી શકશે. મકાઉ સહિતના વિવિધ પ્રકારના એક્ઝોટિક પક્ષીઓ પણ અહીં જોવા મળશે. 

ડુમ્મસ દરિયા કિનારે ચોપાટી નજીક નિર્માણ પામેલા આ નગરવનને કુદરતી સૌંદર્ય અને શાંતી પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તાર 20,000 વૃક્ષોથી સમૃદ્ધ છે. જેમાં લોકોએ જંગલમાં ફરવાનો અનુભવ મેળવવાનો અનોખો મોકો મળશે. અહીં એક “એક્ઝોટિક બર્ડ પાર્ક” અને એક્વેરિયમ પણ ઉભું કરાયું છે. જે કુદરત પ્રેમીઓને ખાસ આકર્ષશે.નગરવનમાં એક રૂરલ મોલ પણ ઉભું કરાયું છે. જેમાં આદિવાસી સમુદાય દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલા વસ્તુઓ, વાંસના ઉત્પાદનો અને મધની વિવિધતાનું વેચાણ થશે. 

આદિવાસી ભોજનના રસિયાઓ માટે “વન શ્રી રેસ્ટોરન્ટ” પણ શરૂ કરાયું છે. જ્યાં બધા આદિવાસી ભોજન ઉપલબ્ધ રહેશે. રસપ્રદ વાત એ છે કે આ રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાઓ આદિવાસી સમુદાયમાંથી હશે. જે તેમને આર્થિક મજબૂતાઈ આપશે. આ નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં કોઈપણ જાતનું પ્લાસ્ટિક વાપરી શકે નહીં. લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news