ખેડૂતોના આપઘાતનો સિલસિલો યથાવત, ગઢડાના ગુંદાળામાં ધરતીપુત્રએ કરી આત્મહત્યા
ગઢ઼ડાવા ગંદાળા ગામે વસતા 40 વર્ષીય કાળુભાઇ રતનભાઇએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
Trending Photos
રધુવીર મકવાણા/બોટાદ: ગુજરાતમાં ખેડૂતોની દેવા માફીને લઇને પાટીદારોને અનામતની માંગણી કરવનારા હાર્દિક પટેલ સરકારની સામે પડ્યો છે. અને આ મુદ્દા સાથે તેણે 19 દિવસના ઉપવાસ પણ કર્યા હતા. છતા પણ ખેડૂતોની દેવા માફી માટે સરકાર અડગ છે. ત્યારે આ ચોમાસામાં ઓછો વરસાદ પડવાને કારણે અને પાણીની અછત હોવાના કરાણે ખેડૂતોએ ભારે હાલાકીઓનો સામને કરવો પડે છે. અને તેમના દેવામાં પણ વધારો થઇ રહ્યો છે. દેવું વધી જતા ખેડૂતો તેમનું જીવન ટૂકાવી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવીજ એક ઘટના ગઢડાના ગુંદાળા ગામે સામે આવી છે. ગામમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જતા ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે.
પાક નિષ્ફળ જતા કર્યો આપધાત
ગઢ઼ડાવા ગંદાળા ગામે વસતા 40 વર્ષીય કાળુભાઇ રતનભાઇએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ ખેડૂતની પાંચ વીઘા જમીનમાં તેના વરસાદ ન પડવાને કારણે અને પાણીની અછતના કારણે પાક નિષ્ફળ ગયો હતો. પાક નિષ્ફળ જવાને કારણે દેવું વધી જતા જીવન ટૂકાવી લીધું હતું. ગઢડા પોલીસ સ્ટેશને આ અંગે જાણવા જોગ ફરિયાદ પણ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે