સબરીમાલા મંદિર મુદ્દો: મહિલાઓની એન્ટ્રી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી

કોર્ટે 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવશ પર રોકનો નિયમ રદ કરી કહ્યું હતું કે આ નિયમ મહિલાઓ સાથે ભેદભાવ છે અને તેમના સન્માન અને પૂજા અર્ચનાના મૌલિક અધિકારનું હનન કરે છે.

સબરીમાલા મંદિર મુદ્દો: મહિલાઓની એન્ટ્રી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી

નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓ પૂજા કરવાની પરવાનગી આપવાની સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય સામે અયપ્પા શ્રદ્ધાળુ કેરળના વિવિધ ભાગોમાં પ્રદર્શન કરી વિરોધ દેખાડી રહ્યા હતા. ત્યારે એક સંસ્થા નેશનલ અયપ્પા ડિવોટી એસોસિએશનની અધ્યક્ષ શૈલજા વિજયને સુપ્રીમ કોર્ટમાં પુનવિચાર અરજી દાખલ કરી છે. અરજીકર્તાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના બંધારણીય પીઠના નિર્ણયથી માત્ર કેરળના લોકોની ધાર્મિક ભાવનાઓની અવગણના કરવામાં આવી છે. તે માટે 28 સપ્ટેમ્બરે કોર્ટ દ્વાર આપવામાં આવેલો નિર્ણય અવિશ્વસનીય છે, એટલા માટે કોર્ટ તેમના નિર્ણય પર પુનવિચાર કરવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં વધુ એક મહત્વનો નિર્ણય જણાવતા કેરળના સબરીમાલા મંદિરના દ્વારા દરેક મહિલાઓ માટે ખુલ્લા મુક્યા હતા. કોર્ટે 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવશ પર રોકનો નિયમ રદ કરી કહ્યું હતું કે આ નિયમ મહિલાઓ સાથે ભેદભાવ છે અને તેમના સન્માન અને પૂજા અર્ચનાના મૌલિક અધિકારનું હનન કરે છે. શારીરિક કારણો પર સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવું ખોટું છે.

કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ બંધી હતી. તેના પાછળ માન્યતા હતી કે આ ઉંમરની મહિલાઓને માસિધ ધર્મ હોય છે અને તે દરમિયાન મહિલાઓ શુદ્ધ હોતી નથી. મંદિરના ભગવાન અપૈય્યા બ્રમ્હચારી સ્વરૂપમાં છે અને આ ઉંમરની મહિલાઓ ત્યાં જઇ શકતી નથી. આ રોકને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. આ નિર્ણય પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠે ચાર-એકના બહુમતથી સંભડાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, એએમ ખાનવિલકર, આરએફ નારિમન અને ડીવાય ચંદ્રચૂડે બહુમતના નિર્ણય આપતા રોકના નિયમને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

જોકે બંધારણીય પીઠના પાંચમાં સભ્ય ન્યાયાધીશ ઇન્દૂ મલ્હોત્રાએ અસહમતી દર્શાવતા રોકના નિયમને યોગ્ય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અયૈપ્પા ભગવાનના સબરીમાલા મંદિરનો એક અલગ ધાર્મિક પંથ માનવામાં આવશે અને તેને બંધારણના ફકરા 26માં ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું સંરક્ષણ મળ્યું છે. તેઓ તેમના નિયમ લાગુ કરી શકે છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ જાતે અને જસ્ટિસ ખાનવિલ્કરની તરફથી આપવામાં આવેલા નિર્ણયમાં જૂના સમયમાં મહિલાઓની સાથે ચાલી આવતા ભેદભાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમના પ્રતી ડબલ ધોરણો અપનાવવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news