સ્વરૂપવાન યુવતી પર લટ્ટુ બન્યા તો પડશે લોચા! પાટીદાર બિલ્ડરને મજા 5 લાખમાં પડી, સુરતનો કિસ્સો

સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતાં અને પટેલ જ્ઞાતિનાં આધેડ બિલ્ડરને ગતરોજ તેમના પરિચીત અમનઉલ્લાખાને પાલે પોઇન્ટ સ્થિત કોમ્પલેક્ષમાં પોતાના ઘરે બોલાવ્યો હતો. બિલ્ડર આ ફ્લેટમાં પહોંચ્યો તે સાથે જ અમનઉલ્લાએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો.

સ્વરૂપવાન યુવતી પર લટ્ટુ બન્યા તો પડશે લોચા! પાટીદાર બિલ્ડરને મજા 5 લાખમાં પડી, સુરતનો કિસ્સો

ચેતન પટેલ/સુરત: ઉમરા અને વેસુ પોલીસ મથકના પી. એસ.આઈ. અને બે કોન્સ્ટેબલ તથા પોલીસના રીક્ષાવાળાનો સ્વાંગ રચી પીપલોદના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ અને ટોળકીએ પાંચ લાખનો તોડ કર્યો હતો. નકલી પોલીસ બનનાર ત્રણ સહિત ચારને દબોચી લેવાયા હતા. લલના અને રીક્ષા ચાલક ભાગી છૂટયો હતો.

સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતાં અને પટેલ જ્ઞાતિનાં આધેડ બિલ્ડરને ગતરોજ તેમના પરિચીત અમનઉલ્લાખાને પાલે પોઇન્ટ સ્થિત કોમ્પલેક્ષમાં પોતાના ઘરે બોલાવ્યો હતો. બિલ્ડર આ ફ્લેટમાં પહોંચ્યો તે સાથે જ અમનઉલ્લાએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. અંદરના રૂમમાં ૨૦થી ૨૫ વર્ષની લલના બેઠી હતી. બિલ્ડર કશું સમજે તે પહેલાં જ બહારથી દરવાજો ખોલવામાં આવ્યો હતો અને હાથકડી સાથે ત્રણ વ્યક્તિ અંદર પ્રવેશી હતી. એક પોતાની ઓળખ ઉમરા પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર અમિત તરીકે આપી હતી. બે પૈકી એકે કોન્સ્ટેબલ વિજય અને બીજાંએ વેસુ પોલીસ મથકના કોન્સ્ટેબલ અલ્પેશ તરીકે આપી હતી. 

લલના સાથે મસ્તી કરવા આવ્યાનું કહી બિલ્ડરને હાથકડી લગાવી દેવામાં આવી હતી. કેસ કરી બદનામ કરવાની ધમકી આપી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. કેસ અને બદનામીનાં ડરથી બિલ્ડરે નાણાં આપવાની તૈયારી દર્શાવતાં રીક્ષા ચાલક તરીકે આવેલો સુમિત પીપલોદ જઈ પાંચ લાખ રૂપિયા લઈ આવ્યો હતો. એક કલાકમાં જ આખો ખેલ કરી ટોળકી ફરાર થઇ ગઇ હતી. મુક્ત થયા બાદ બિલ્ડરને પોતાની સાથે થયેલી હરકતનો ખ્યાલ આવતાં તેઓ ઉમરા પોલીસ મથક પહોંચ્યા હતા અને હકીકત જણાવી હતી. 

પોતાના જ સર્વેલન્સ પોલીસ મથકના અધિકારી અને કર્મચારીનું નામ ધારણ કરી તોડની વાતથી પોલીસ ચોંકી હતી અને ઉતાવળે ટીમને કામે લગાવી તોડકાંડમાં સામેલ અમનઉલ્લા, સબ ઈન્સપેક્ટરનો સ્વાંગ રચનાર અમિત મનસુખ, વિજય મણીલાલ માલી અને અલ્પેશ જગદીશ પટેલને દબોચી લીધા હતા. અમિત અને ટોળકી બે વર્ષ પહેલાં અમરોલી પોલીસ મથકમાં પણ હની ટ્રેપમાં પકડાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું હતું. હની ટ્રેપમાં ફસાવનાર લલના પ્રિન્સી અને રીક્ષા ચાલકનો સ્વાગ રચનાર સુમિતની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news