મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના ડાયમંડ જપ્ત

મંગળવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજિંદા ક્રમ પ્રમાણે મુંબઇથી સુરત આવી રહ્યા હતા. ત્યારે બોરીવલી ખાતે ટ્રેનમાં ચેકિંગ કરી આંગડિયાઓ પાસેના પાર્સલ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ પાર્સલ સીલ કર્યા છે. સુરત અને મુંબઇના જેમ-જ્વેલરી માર્કેટ વચ્ચે આંગડિયા પેઢીઓ કુરિયર સર્વિસ પૂરી પાડે છે. જેઓ વેપારીઓ-કારખાનેદારોના પાર્સલની ડિલિવરી કરે છે. 

મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના ડાયમંડ જપ્ત

તેજશ મોદી/સુરત: મંગળવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજિંદા ક્રમ પ્રમાણે મુંબઇથી સુરત આવી રહ્યા હતા. ત્યારે બોરીવલી ખાતે ટ્રેનમાં ચેકિંગ કરી આંગડિયાઓ પાસેના પાર્સલ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ પાર્સલ સીલ કર્યા છે. સુરત અને મુંબઇના જેમ-જ્વેલરી માર્કેટ વચ્ચે આંગડિયા પેઢીઓ કુરિયર સર્વિસ પૂરી પાડે છે. જેઓ વેપારીઓ-કારખાનેદારોના પાર્સલની ડિલિવરી કરે છે. 

વર્ષોથી ચાલી આવતા નિત્યક્રમ પ્રમાણે, મુંબઇથી આંગડિયા પેઢીના કર્મચારીઓ મંગળવારના રોજ ટ્રેનમાં બેસી મુંબઇથી સુરત આવી રહ્યા હતા. દરમિયાન આચારસંહિતાના કારણે ચેકિંગ ચાલી રહ્યું હોય, મુંબઇ સ્ટેટિક ટીમ દ્વારા ટ્રેનમાં ચેકિંગ હાથ ધરાયું હતુ. જેમા આંગડિયા પેઢી કર્મચારીઓ પાસેથી કિંમતી ડાયમંડના સંખ્યાબંધ પાર્સલ મળી આવ્યા હતા. 12 જેટલી પેઢીના કર્મચારી સ્ટાફ સાથે જ હતા, જેઓ પાસે મોટી સંખ્યામાં ડાયમંડ પાર્સલ હતી.

અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ

જે પાર્સલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આંગડિયાકર્મીઓ પાસેથી કરોડોની કિંમતના ડાયમંડ પાર્સલ ઝડપાયા છે. 2000 જેટલા ડાયમંડ પાર્સલ જપ્ત કરાયા છે. ઉપરાંત રોકડ પણ પકડાઇ હોવાની ચર્ચા છે. 12 આંગડિયા પેઢીના કર્મચારીઓ બે દિવસથી પોલીસ- જીએસટી- આઇટીની પ્રોસિજરને કારણે ફિક્સમાં મુકાયા છે. બુધવારે રાતે પાર્સલ આઇટી કચેરીએ લઇ જવા હતા.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news