મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતીશે કર્યા કેસરિયા
નિતીશ રાણે કંકાવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ભાજપ દ્વારા મંગળવારે 125 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું નામ હતું, પરંતુ ટોચના નેતા એકનાથ ખડસે અને વિનોદ તાવડેનું નામ ન હતું.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ પાર્ટીઓમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. અત્યારે રાજ્યમાં ભાજપ-શિવસેનાની સરકાર છે. અત્યાર સુધી અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપ-શિવસેનાનો હાથ પકડી ચૂક્યા છે. હવે તેમાં નવું મોટું નામ ઉમેરાયું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેનો પુત્ર નિતીશ રાણે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. રાજ્યના સિંધુદૂર્ગમાં જિલ્લા પ્રમુખ પ્રમોદ જાથરની હાજરીમાં તેણે કેસરિયા કર્યા હતા. 2014માં નિતીશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રમોદ જાથરને હરાવ્યા હતા.
નિતીશ રાણે કંકાવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ભાજપ દ્વારા મંગળવારે 125 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું નામ હતું, પરંતુ ટોચના નેતા એકનાથ ખડસે અને વિનોદ તાવડેનું નામ ન હતું. બુધવારે નારાયણ રાણેએ જણાવ્યું કે, ભાજપની બીજી યાદીમાં નિતીશને સ્થાન મળશે અને તે કંકાવલી સીટ પરથી ચૂંટણી લડશે.
નારાયણ રાણે અગાઉ શિવ સેનામાં હતા અને 2005માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2017 સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા અને ત્યાર પછી પોતાની 'મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી' બનાવી હતી. એવું કહેવાય છે કે, મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીનો આગામી કેટલાક સપ્તાહમાં ભાજપમાં વિલય થઈ જશે.
શરદ પવારના ભત્રીજા રોહિત પવારે પણ ગુરૂવારે અહેમદનગર જિલ્લાની કરજત જામખેડ સીટ પરથી ફોર્મ ભર્યું હતું. છેલ્લી ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય રામ શિંદે સામે તેનો પરાજય થયો હતો.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે