અપના હાથ જગન્નાથ! ગુજરાત સરકારે મદદ ન કરતાં ગ્રામજનોઓ જાતે જ બનાવી દીધો પુલ, નઘરોળ તંત્ર

દાંતા તાલુકામાં નદી પર પૂલ ન બનતા ગ્રામજનોએ જાતેજ ફાળો એકઠો કરીને પુલ બનાવી દીધો, સરકાર માટે શરમજનક, પુલ ન હોવાના લીધે ગામના ચાર લોકોના મોત પણ થયા હતા.

અપના હાથ જગન્નાથ! ગુજરાત સરકારે મદદ ન કરતાં ગ્રામજનોઓ જાતે જ બનાવી દીધો પુલ, નઘરોળ તંત્ર

પરખ અગ્રવાલ/અંબાજી, બનાસકાંઠા: ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે...જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્રને માત્ર શહેરો સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે, અને આ તાલુકો પહાડી અંતરિયાળ અને પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે ત્યારે દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા બોરડીયાલા ગામના લોકો ચોમાસાની ઋતુમાં પોતાના ગામ પાસે આવેલી કીડી મકોડી નદીમાં પાણીનો વધારે પ્રવાહ આવતા એક તરફથી બીજી તરફ જવા માટે ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હતા. 

No description available.

આઝાદી બાદ પણ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરીને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા. શાળાના બાળકો પણ રોજ ભણવા માટે શાળાએ જીવના જોખમે નદી પાર કરીને ભણવા જતા હતા. આમ સરકાર માટે આ ઘટના શરમજનક બની ગઈ છે. એક તરફ ડિજિટલ ગુજરાત અને શાળાના બાળકો ભણે તે માટે શાળાથી ઘર સુધી રસ્તાઓની વાત થઈ રહી છે, ત્યારે એક નાનકડો પુલ પણ આઝાદી બાદ પણ આ વિસ્તારમાં બની શક્યો નથી. બોરડીયાલાના મંડારવાસ માં રહેતા લોકોએ બોરડીઆલા જવા માટે કીડી મકોડી નદી પર પુલ બનાવવાની રજૂઆતો કરી કરીને થાકી ગયા હતા. 

No description available.

આ ગ્રામજનોએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી વધારે આવવાથી નદી પાર કરવામાં ભારે તકલીફ પડતી હતી અને અમારા બાળકો જે શાળામાં ભણે છે, તે શાળામાં ન જઈ શકતા શાળામાં બાળકોની ગેરહાજરી પડતી હતી. ત્યારે અમે આબાબતે અવારનવાર રજૂઆત કરતા આવ્યા છીએ ને અમે અમારા વિસ્તારના આસપાસના લોકો દ્વારા ફાળો એકઠો કરીને નદી ઉપર જાતેજ પુલ બનાવેલ છે. મંડાર વાસના લોકો અને અહીં ભણતા સો જેટલા બાળકો આ પુલ બનાવવામાં સહભાગી થયા હતા ને નદી પર પૂલ પણ બનાવવામાં મદદ ન કરતા ગ્રામજનો ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો હતો. 

No description available.

આ નદીમાંથી પસાર થતાં ક્યારેક તણાઈ જવાની બીક લાગતી હોય છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પુલ ન બનવાથી અમારા ગામના 4 લોકો બીમાર પડ્યા હતા અને તેમને સારવાર ન મળતા જેમના મોત પણ થયા હતા ત્યારબાદ અમે બધા ગ્રામજનો એકઠા થઈને પુલ બનાવેલ છે. અમારા વિસ્તારના 100 જેટલા બાળકોને ભણવું છે એટલે આ બાળકો પણ હાથમાં પથ્થર લઈને નદી પર પુલ બનાવવામાં અમને ઘણી મદદ કરી રહ્યા છે.

No description available.

તાજેતરમાં નદીમાં પાણી વધુ આવતા ગ્રામજનોએ ટ્રેક્ટર અને રસ્સાઓ દ્વારા નદી પાર કરી હતી. ત્યારબાદ ગ્રામજનો ફરીથી સરકારમાં રજૂઆત કરતા સરકારે તેમની વાતને ગંભીર ન લેતા બોરડીયાલાના મંડારાવાસના ગ્રામજનોએ જાતે જ ફાળો એકઠો કરીને કીડી મકોડી નદી ઉપર હંગામી પુલ બાંધ્યો છે. આ પુલ બનાવવામાં શાળામાં ભણતા બાળકો અને તેમના પરિવારજનો જોડાયા હતા અને નદી પર પુલ બાંધ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news