CWC LIVE: અમદાવાદમાં 58 વર્ષે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક, સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એક મંચ પર
ગાંધી પરિવાર આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ અને મીડિયાની નજર ગાંધી પરિવારની આજે અમદાવાદમાં યોજાનારી CWC બેઠક પર છે. આ બેઠકમાં પહેલા પુલવામાના શહીદ જવાનોને શોકાંજલિ આપવામાં આવી હતી. આ બેઠકમાં ગઠબંધન અંગે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક હજુ ચાલુ છે. આ ઉપરાંત અન્ય બાબતો પર પણ ચર્ચા ચાલી રહી છે.
Trending Photos
ગુજરાત :12 માર્ચે ઐતિહાસિક દાંડી યાત્રાના પ્રારંભના દિવસે જ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમની સાથે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ પણ ઉપસ્થિત છે. એરપોર્ટ પર પ્રિયંકા ગાઁધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ બેઠક થકી ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહી છે.
રાહુલ ગાધીએ CWCની બેઠકમાંથી ટ્વિટ કરીને કહ્યું કે, મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડી માર્ચની વર્ષગાંઠ પર, અમદાવાદની કૉંગ્રેસ કાર્યકારીણી સમિતીમાં ચર્ચા થઈ રહી છે. RSS ભાજપની ફાંસીવાદી વિચારધારાને હરાવવા લડીશું. નફરત, ગુસ્સો અને વિભાજનની વિચારધારાને હરાવીશું. આ યુદ્ધ જીતી જઈશું. તો બીજી તરફ, આ બેઠકમાં પૂર્વ પીએમ મનમોહન સિંહે યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા વાત કરી હતી. તેમણે કહ્યું કે, લોકોને યુપીએ સરકારે કરેલા કામો બતાવવાની જરૂર છે. મોદી સરકાર ખોટો પ્રચાર કરી રહી છે. સરકારની ખોટી નીતિઓને કારણે અર્થવ્યવસ્થા નબળી પડી છે. તો સોનિયા ગાંધીએ દેશની સુરક્ષાને લઈને ચર્ચા કરી હતી. તેમણે Cwcમાં કહ્યું કે, દેશના હિત સાથે બાંધછોડ કરીને રાજનીતિ થઈ રહી છે. મોદી પોતે પીડિત બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં પીડિત જનતા છે.
આનંદ શર્માએ સીડબલ્યુસીમાં કયા મુદ્દે ચર્ચા કરાઈ અને કયા ઠરાવ પસાર કરવામાં આવ્યા તે વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, ભારતીય જનતાના અધિકાર પર સતત પ્રહાર થઈ રહ્યા છે. ભારતની એ તસવીર, આઈડિયા ઓફ ઈન્ડિયા તેનાથી અલગ બીજા ભારતની તસવીર બનાવવાનો પ્રયાસ છે. તે મૂલ્યોથી હટીને છે. કોંગ્રેસનો વિચાર હંમેશા એક જ રહ્યો છે. રાજનીતિક પ્રસ્તાવ પસાર કર્યો છે કે, સમગ્ર દેશ હુમલા કે પ્રહારની વિરુદ્ધ ઉભો છે. આવા વિષય પર દેશની એકતા છે, રાહુલ ગાઁધીએ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે, દેશ એકસાથે છે. દેશના રાજનીતિક સંવાદમાં કડવાટ અને ગિરાવટ આવી છે. તેનો દોષ નરેન્દ્ર મોદી અને ભાજપ પર જાય છે. રાજકીય એકતાના મહત્વમાં, દેશના વડાપ્રધાન અને સરકાર વચ્ચે રેખા ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન વોટ માટે લોકોની ભાવના સાથે છેડછાડ કરી રહ્યા છે. તેઓ લોકોના વિવેક પર સવાલ ન કરે અને ભારતની જનતાની મેમરીનું અપમાન ન કરે. દેશના મતદારો, યુવાનો અને ખેડૂતોનું ધ્યાન હટાવવા ભાજપ અને પીએમ પ્રયાસ કરે છે.
તેમણે કહ્યું કે, અસલી મુદ્દો રોજગારીનો છે. નવયુવાનોમાં ગુસ્સો છે. ગત 45 વર્ષમાં આટલા મોટા દુકાળ અને યુદ્ધ બાદ આજે વધુ બેકારી છે. ખેડૂતોને ન્યાય, રાહત, પાણી કંઈજ મળ્યું નથી. દેશ પર શાસન અને પ્રશાસનનો હુમલો છે. કોંગ્રેસે પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ અર્થવ્યવસ્થા મજબૂત કરવા કામ કરશે. સમાજને ભયના વાતાવરણમાંથી ઉગારવું તે પ્રસ્તાવ કર્યો છે. રાહુલ ગાઁધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશમાં જે સંસ્થાઓ આઝાદી બાદ બની છે, તેના પર ભાજપ અને મોદી સરકારે વાર કર્યા છે. તેને પ્લાનિંગ કરીને બરબાદ કરવાનું કામ સંરકારે કર્યું છે. તેમાં કેન્દ્રની એજન્સીઓ, ઈડી, સીબીઆઈ કે પછી રિઝર્વ બેંક હોય. તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. દેશમાં એવુ વાતાવરણ બનાવ્યુઁ છે, જે કોઈ પણ પ્રજાતંત્ર માટે સ્વીકાર્ય નથી. સ્વાયત્ત સંસ્થાઓનું રાજકીય ઉપયોગ થઇ રહ્યો છે।
ગાંધી આશ્રમથી Live :
- તમામ સદસ્યોની સાથે તસવીર લીધા બાદ કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક શરૂ થઈ. જે બે કલાક સુધી ચાલશે.
- ગાંધી પરિવાર તથા અન્ય નેતાઓએ શહીદ સ્મારક ખાતે પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી.
- કોંગ્રેસના સિનિયર આગેવાનો સરદાર સ્મારક પહોંચ્યા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરદાર પટેલને પુષ્પાંજલિ આપી. તમામ નેતાઓ સરદાર સ્મારકને નિહાળી રહ્યા છે
- પ્રાર્થના સભામાં ભજનની સૂરાવલીઓ વહી. મહાનુભવો બેસીને ભજન સાંભળી રહ્યા છે. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, વૈષ્ણવજન તો તેને રે કહીએ... ભજનો રજૂ થયા.
- મહાનુભાવોએ હૃદયકુંજની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીની છબીને સુતરની આંતી પહેરાવી. પ્રિયંકા ગાંધી અને અલ્પેશ ઠાકોર સાથે બેઠા
- ગાંધી પરિવાર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા. ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે.
Ahmedabad: Rahul Gandhi, Priyanka Gandhi Vadra & Sonia Gandhi at Sabarmati Ashram, to attend prayer meet on anniversary of 'Dandi March'. pic.twitter.com/hWjqkjISMU
— ANI (@ANI) March 12, 2019
આજનુ શિડ્યુલ
58 વર્ષ પછી ગુજરાતમાં કૉંગ્રેસની કાર્યકારિણી મળવા જઈ રહી છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી કૉંગ્રેસને બચાવવા મોદી-શાહના ગઢમાં મહામંથન કરવા પહોંચી રહ્યાં છે. સાથે જ અડાલજ ખાતે જાહેરસભા પણ યોજાશે. ના માત્ર પ્રદેશ કોંગ્રેસ અને દિગ્ગજો પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, સહિત કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી પણ અહીં જોડાશે. સવારે 9.30 વાગ્યે એરપોર્ટ પર તમામનું આગમન થશે. 10:30 વાગ્યે પુલવામા શહીદો શ્રદ્ધાંજલિ આપશે, 10:50 શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે, જે અંદાજે 12:20 વાગ્યા સુધી ચાલશે. CWC બેઠક બાદ સરદાર મ્યુઝિયમની મુલાકાત લેશે. મ્યુઝિયમની મુલાકાત બાદ નેતાઓ લંચ કરશે. નેતાઓ 1:50 વાગ્યે અડાલજમાં યોજાનારી જાહેર સભા જય જવાન જય કિસાનમાં જોડાશે.
બેઠકમાં શુ થશે ચર્ચા
આ બેઠકમાં દેશની રાજકીય સ્થિતી, સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ વિદેશ નીતિ અને આર્થિક નીતિ પર પણ વાતચીત થશે. તેને લગતા કુલ 4 ઠરાવ પસાર થશે. અગાઉ 1961માં ભાવનગરમાં યોજાયેલી બેઠકમાં પંચવર્ષીય યોજના, રાષ્ટ્રીય અંગે સહિત ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ પાર્ટીએ આક્રમક રાજનીતિક શૈલી પર અમલ કરતા 26 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક યોજવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પુલવામા આતંકી હુમલાના રિએક્શનને ધ્યાનમાં લેતા આ મીટિંગ કેન્સલ કરવામા આવી હતી. જેના બાદ તે આજે 12મી માર્ચના રોજ યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, CWC કોંગ્રેસ પાર્ટીની સૌથી તાકાતવાર ફોરમ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ 1961માં ભાવનગર ખાતે મળેલી કોંગ્રેસ કાર્યકારિણની બેઠક મળી હતી. તેના 58 વર્ષ પછી ગુજરાતમાં બીજી વખત આજે 12મી માર્ચના દાંડીકૂચ દિને આ બેઠક મળવાની છે.
ગુજરાતી ભોજનની વ્યવસ્થા
રાહુલ અને કોંગ્રસની વર્કીગ સમિતિ માટે ખાસ ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરાઈ છે. જેમાં ઉધીયુ, જલેબી, કચોરી, દાળ ભાત, ફુલકા રોટી, બટાટાનું શાક, ઢોકળા, બાજરીના રોટલા, અથાણું અને ચટણીનું ભાણુ પિરસવામાં આવશે.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીના માળખા પર એક નજર કરીએ તો કૉંગ્રેસ વર્કિંગ કમિટીના અધ્યક્ષ છે રાહુલ ગાંધી. તો કૉંગ્રેસ વર્કિંગ કમિટીનાં સભ્યો છે સોનિયા ગાંધી, મોતિલાલ વોરા, ડૉ.મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, અંબિકા સોની, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, કે.સી.વેણુગોપાલ, અવિનાશ પાંડે, દીપક બાબરીયા છે. ઉપરાંત આનંદ શર્મા, ઓમાન ચાંડી, તરુણ ગોગોઈ, હરિશ રાવત, સિદ્ધારમૈયા, શૈલજા કુમારી, મુકુલ વાસનિક, રઘુવીર મીણા અને તામ્રધ્વજ સાહુ પણ સભ્ય છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં સૌથી ઉપર હોય છે અધ્યક્ષ. ત્યારબાદ આવે છે સભ્યો. પછી કાયમી આમંત્રિતો અને છેલ્લે આવે છે સ્પેશિયલ આમંત્રિતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે