UNમાં Pokના એક્ટિવીસ્ટ બોલ્યા, ‘પાક. સેના કાશ્મીરીઓને આત્મઘાતી હુમલો કરવા ઉશ્કેરે છે’
આતંકવાદને સપોર્ટ આપવાને લઇને વૈશ્વિક સમુદાયનું દબાણ સહન કરી રહેલા પાકિસ્તાનને હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓનો પણ વિરોધ સહન કરવો પડી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: આતંકવાદને સપોર્ટ આપવાને લઇને વૈશ્વિક સમુદાયનું દબાણ સહન કરી રહેલા પાકિસ્તાનને હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓનો પણ વિરોધ સહન કરવો પડી રહ્યો છે. જેનેવામાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ (યૂએનએચઆરસી)ના 40માં સત્ર દરમિયાન એક બેઠકમાં પીઓકેના માનવાધિકારી કાર્યકર્તાઓ અને નેતાઓએ પાકિસ્તાનની સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની તરફથી કરવામાં આવેલા પુલવામા આતંકી હુમલાની નિંદા કરી હતી.
તે દરમિયાન યુનાઇટેડ કાશ્મીર પીપુલ્સ નેશનલ પાર્ટીના ચેરમેન એસ અલી કાશ્મીરીએ પાકિસ્તાન પર હુમલા કરતા કહ્યું કે, પાકિસ્તાની સેનાના અધિકારી કાશ્મીરી લોકોથી ખુલ્લી રીતે આત્મઘાતી હુમલો કરવા માટે જવાનું કહેવામાં આવે છે. તેઓ તેમને ઉશ્કેરે છે. આ એક ખુબજ ચિંતાજનક સ્થિતિ છે.
ત્યારે પીઓકેના માનવાધિકાર કાર્યકર્તા એમ હસને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બધા આતંકી અડ્ડાઓને નષ્ટ કરવામાં આવે, પછી ભલે તે પાકિસ્તાનમાં હોય કે પીઓકેમાં. પાકિસ્તાન સરકારે તેમની જવાબદારી લેવી જોઇએ અને આ આતંકવાદીઓથી છુટકારો મેળવવો જોઇએ. આ આતંકી સ્થાનીય લોકોની જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શાંતિને પણ નષ્ટ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે