આતંકી હુમલા અને યુદ્ધના સમયે ઘાયલ જવાનનો જીવ બચાવશે આ દવા

વૈજ્ઞાનિકોએ 14 ફેબ્રુઆરી યુલવામામાં આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ દવાઓથી મૃતકોની સંખ્યા ઘટાડી શકાય છે.

આતંકી હુમલા અને યુદ્ધના સમયે ઘાયલ જવાનનો જીવ બચાવશે આ દવા

નવી દિલ્હી: ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓ પૈકીના 90 ટકા થોડા કલાકોમાં મૃત્યુ પામે છે. તેને ધ્યાનમાં રાખી ડીઆરડીઓની તબીબી પ્રયોગશાળા ‘કોમ્બેટ કેઝુએલિટી ડ્રગ’ લઇને આવી છે, જેનાથી ઘાયલ જવાનોને હોસ્પિટલમાં પહોંચે તે પહેલાના ખુબજ નાજુક સમયને વધારી શકાય છે. જેનાથી ઘાયલ જવાનનો જીવ બચાવવાની દ્રષ્ટિએ ‘ગોલ્ડન’ સમય કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ દવાઓમાં રક્તસ્રાવવાળા ઘાને ભરવાની દવા, અવશોષક ડ્રેસિંગ અને ગ્લિસરેટેડ સેલાઇન સામેલ છે. આ બધી જ વસ્તુઓ જંગલ, વધારે પડતી ઉંચાઇવાળા વિસ્તારોમાં યુદ્ધ અને આતંકવાદી હુમલાની સ્થિતિમાં જીવન બચાવી શકે છે.

વૈજ્ઞાનિકોએ 14 ફેબ્રુઆરી યુલવામામાં આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ દવાઓથી મૃતકોની સંખ્યા ઘટાડી શકાય છે. ડીઆરડીઓની પ્રયોગશાળા ઇસ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સમાં દાવાઓ તૈયાર કરનાર વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઘાયલ થયા બાદ અને હોસ્પિટલ પહોંચાડ્યા પહેલા જો ઘાયલને પ્રભાવી પ્રાથમિક સારવાર આપવામાં આવે તો તેના જીવતો બચાવવાની સંભાવનાઓ વધી જાય છે.

સંગઠનમાં લાઇફ સાયન્સના ડિરેક્ટર જનરલ એ.કે. સિંહએ કહ્યું કે ડીઆરડીઓની સ્વદેશી નિર્મિત દવાઓ અર્દ્ધસૈનિક દળ અને સુરક્ષા કર્મચારીઓ માટે યુદ્ધના સમયમાં વરદાન છે. તેમણે પીટીઆઇને કહ્યું કે, આ દવાઓ તે સુનિશ્ચિત કરશે કે ઘાયલ જવાનોને યુદ્ધક્ષેત્રથી સારા આરોગ્ય સંભાળ માટે લઈ જતા આપણા બહાદુર સૈનિકોનું લોહી નકામું વહે નહીં.

જાણકારોએ કહ્યું કે પડકારે ઘણા આવ્યા છે. મોટાભાગના મામલે યુદ્ધ દરમિયાન સૈનિકોની સંભાળ માટે માત્ર એક તબીબ અને મર્યાદિત સાધન હોય છે. યુદ્ધ ક્ષેત્રની સ્થિતિઓથી પડકાર વધુ જટિલ થઇ જાય છે. જેમકે જંગલ તેમજ પહાડી વિસ્તાર તથા જ્યાં વાહનો પહોંચી શકતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news